વડોદરા નજીક ટ્રેલર અને ટ્રકનું થયું જોરદાર અકસ્માત, અકસ્માત થયા પછી ડ્રાઇવરને…

105

આજકાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે ત્યારે વડોદરા પાસે આવેલ ફટીલાઈઝર બ્રિજ પાસે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતું. આ અકસ્માત એક ટ્રક અને ટ્રેલર વચ્ચે થયું છે અને ટ્રેલરના કેબિનમાં ફસાઈ ગયેલા ટ્રેલર ચાલક સહિત બે વ્યક્તિઓને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા છે.

ત્યારબાદ બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ અકસ્માતમાં ટ્રેલરચાલક ને ખૂબ જ ગંભીર ઇજા પહોંચી છે. અકસ્માતના કારણે રોડ પર ઘણા સમય સુધી ટ્રાફિક જામ થઈ ગયું હતું.

મળતી માહિતી મુજબ વહેલી સવારે 6 વાગ્યાના સુમારે અમદાવાદ થી સુરત જતું ટ્રેલર આગળ જતા ટ્રકમાં ધડાક કરતું અથડાયું હતું. ટ્રકની પાછળ ટ્રેલર અથડાતાં ટ્રેલરના કેબીન નો ભૂકો વળી ગયો હતો.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક ધોરણે ત્યાં દોડી આવ્યા હતા. ટ્રેલરમાં ફસાયેલા ડ્રાઇવર અને તેના સાથીને ઘણા પ્રયાસો બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ઉપરાંત અકસ્માતની જાણ થતાં ફાયરબ્રિગેડ પણ ત્યાં હાજર થઈ ગયું હતું. ટ્રેલરમાં ફસાયેલા ટ્રકચાલક અને તેના સાથીને બહાર કાઢયા બાદ એ બંનેને 108 દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

આ સમગ્ર અકસ્માતની જાણ હતા છાણી પોલીસ પણ ત્યાં દોડી આવી હતી. અને અકસ્માતના કારણે થયેલા ટ્રાફિક જામને પોલીસ દ્વારા ઓછી કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ટ્રેલરમાં ફસાયેલા ટ્રેલર ચાલકનું નામ દિવાલર શેખ હતું. અને તેની ઉંમર 45 વર્ષની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!