ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં મોટા ફેરફાર, આ નેતાની જગ્યાએ…

69

2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે ત્યારે ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો ગઢ જમાવવા માટે ભાત મહારથીઓને મેદાનમાં ઉતાર્યા છે.

આ ઉપરાંત ભાજપ દ્વારા ગુજરાતના ભાજપ સંગઠન મંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત રત્નાકર અગાઉ ભારતીય જનતા પાર્ટી તરફથી બિહારના સંગઠન મંત્રી તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

આ ઉપરાંત રત્નાકર કાશી અને ગોરખપુરમાં ક્ષેત્રીય સંગઠનની જવાબદારી સંભાળી ચૂક્યા છે. રત્નાકર પોતાના શરૂઆતના દિવસોમાં સામાજિક કાર્યકર તરીકે સંઘમાં જોડાયેલા હતા. આ ઉપરાંત રત્નાકર એક ભારતીય રાજકીય અને ભાજપના અગ્રણી માસ્ટર માઇન્ડ નેતા તરીકેની છાપ રાજકારણમાં ધરાવે છે.

આ ઉપરાંત છેલ્લા દસ વર્ષથી ગુજરાત સંગઠન મંત્રી તરીકેની જવાબદારી નિભાવતા ભીખુ દલસાણીયા ને મહત્વની જવાબદારી સોંપાઈ શકે તેવી શક્યતાઓ છે.

આપણે એવું કહેવાય છે કે ભીખુ દલસાણીયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસુ માંથી એક ગણાય છે. આ ઉપરાંત ભીખુ દલસાણીયા સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ અને સંઘનું પીઠળ હોવાના કારણે તે આગામી સમયમાં ભાજપમાં મહત્વની જવાબદારી મળી શકે છે.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સામે આ વખતે આમ આદમી પાર્ટી પણ ગુજરાતની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!