ચીખલી હાઇવે પર ઈનોવા કાર કન્ટેનર સાથે અથડાતા સર્જાયો ભયંકર અકસ્માત, સુરતના 4 લોકોને કાળ ભરખી ગયો…રોડ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો…

Published on: 1:11 pm, Mon, 23 January 23

નવસારી જિલ્લામાં બનેલી એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. ચીખલી પાસેના અલી પોર બ્રિજ ઉપર એક કન્ટેનર અને ઇનોવા કાર વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર જતી રહી હતી. અકસ્માતની ઘટનામાં ઈનોવા કારમાં સવારે 4 લોકોને ઘટના સ્થળે મોત થયા છે.

જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇનોવા કારમાં સવાર લોકો બેન્કોક થી મુંબઈ એરપોર્ટ આવ્યા હતા. જ્યાંથી તેઓ કારમાં સવાર થઈને સુરત તરફ આવી રહ્યા હતા તેવી માહિતી મળી રહે છે. ત્યારે રસ્તામાં ચીખલી હાઇવે પર તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો.

અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ચાર લોકોને ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાં નવસારી ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ કારનું સ્પીડો મીટરમાં કારની છેલ્લી સ્પીડ 170 જોવા મળી રહી છે. હાલમાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓવર સ્પીડના કારણે આ અકસ્માતની ઘટના બની છે. પરંતુ અકસ્માતની ઘટનાનું ચોક્કસ કારણ જાણવાની પોલીસે કામગીરી શરૂ કરી દીધી. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે કાર કન્ટેનર સાથે અથડાઈને બીજી બાજુ રોડ પર ચાલી ગઈ હતી.

આ અકસ્માતની ઘટનામાં સુરતના રહેવાસી 41 વર્ષીય અમિતભાઈ દોલતરામ થડા, 40 વર્ષીય ગૌરાંગ નંદલાલ અરોરા, 40 વર્ષિય રોહિત સુભકરણ માહુલ અને 19 વર્ષીય મહંમદ હમજા મહમદ હનીફ ઈબ્રાહીમ પટેલનું મૃત્યુ થયું છે. મૃત્યુ પામેલા તમામ લોકો સુરતના રહેવાસી હતા. અન્ય ઇજાગ્રસ્ત થયેલા બે લોકો પણ સુરતના રહેવાસી છે.

અકસ્માતની ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. કાર અને કન્ટેનર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે કારનો તો સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઈ ગયો હતો. અકસ્માત કોની ભૂલના કારણે થયો છે તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ચીખલી હાઇવે પર ઈનોવા કાર કન્ટેનર સાથે અથડાતા સર્જાયો ભયંકર અકસ્માત, સુરતના 4 લોકોને કાળ ભરખી ગયો…રોડ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો…"

Leave a comment

Your email address will not be published.


*