ભરૂચના એક શિક્ષકે પંખા સાથે લટકી પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો શા માટે ભર્યું પગલું…

55

ગુજરાતમાં દિવસેને દિવસે જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે આ પગલું ભરે છે અને ઘણા લોકો પોતાના અંગત કારણોસર આ પ્રકારનું પગલું ભરે છે. ત્યારે તેવી જ રીતે જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના ભરૂચના ડેડીયાપાડા માં બની હતી. ડેડીયાપાડામાં 40 વર્ષીય શિક્ષક ધર્મેશ રંગુભાઈ ગાવિતે પંખા સાથે લટકીને ગળાફાંસો ખાઇ લીધો હતો. આ સમગ્ર ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં એક શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

વિદ્યાર્થીઓને આ પ્રકારનું પગલું ન ભરાય તેવું શિખવાડનાર શિક્ષકે જ આ પ્રકારનું પગલું ભર્યું છે. મળતી માહિતી અનુસાર ભરૂચના ડેડીયાપાડામાં આવેલા નવાગામ પાનુડા ગામના ધર્મેશ ગામના 40 વર્ષીય એક શિક્ષકે પોતાનું જીવન ટુંકાવ્યું છે.

મળતી માહિતી અનુસાર શિક્ષકે ખુરશી પર ચડીને પંખા સાથે લટકીને પોતાનો જીવ ટૂંકો કર્યો છે તેવી માહિતી સામે આવી છે. આ ઉપરાંત પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે શિક્ષકે નશાની હાલતમાં આ પ્રકારનું પગલું ભર્યું છે.

આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈપણ સુસાઇડ નોટ મળ્યો નથી. ઉપરાંત શિક્ષકે કયા કારણોસર આ પ્રકારનું પગલું ભર્યું છે તેની તપાસ પોલીસે શરૂ કરી છે.

હાલમાં તો ગામમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે શિક્ષકે નશાની હાલતમાં આ પ્રકારનું પગલું ભર્યું છે. આ ઉપરાંત પોલીસ દ્વારા આસપાસના લોકો તેમજ શિક્ષક સ્ટાફ અને મિત્રો ની પૂછપરછ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!