રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતા એક યુવકે હોસ્ટેલમાં ગળાફાંસો ખાધો, મૃત્યુનું કારણ…

63

ગુજરાતમાં પોતાનું જીવન ટૂંકું કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રાજકોટની એવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતા એક યુવકે પંખા સાથે લટકીને પોતાનું જીવન ટુંકાવ્યું છે.

મળતી માહિતી અનુસાર MBBS નો અભ્યાસ પૂરો કરનાર ઇન્ટર્ન તબીબે યુજી હોસ્ટેલમાં આઠમા માળે રૂમમાં પંખા સાથે લટકીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. બે દિવસથી રૂમની બહાર ન આવતા રૂમની અંદરથી ખૂબ જ દુર્ગંધ આવવા લાગી હતી. જેના કારણે ત્યાં રહેતા અન્ય ઇન્ટર્ન તબીબોએ રૂમનો દરવાજો તોડ્યો હતો.

ત્યારે જાણ થઈ કે યુવકે પંખા સાથે લટકીને પોતાનું જીવન કર્યું છે. હાલમાં આ ઘટનાને લઇને પ્રદ્યુમનનગર પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક મૂળ પાટણના રાધનપુરાનો વતની હતો.

મૃત્યુ પામેલા યુવકનું નામ ચૌધરી અમરીતકુમાર હતું. તે પોતાની MBBS નો અભ્યાસ પૂર્ણ કરીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતો હતો. પરંતુ યુવકે પોતાના કોઈ અંગત કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું છે એવી માહિતી સામે આવી છે.

યુવકે યુજી હોસ્ટેલમાં આઠમા માળે રૂમ નંબર 818 માં પોતાનું જીવન ટૂંકું કર્યું હતું.  મળતી માહિતી અનુસાર અમરિતકુમાર બે દિવસથી રૂમની બહાર નીકળ્યો હતો. પરંતુ રૂમની અંદરથી ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી.

ત્યારે ગઈકાલે અન્ય ઇન્ટર્ન તબીબોએ રૂમનો દરવાજો તોડ્યો હતો ત્યારે અંદરથી અમરિતકુમારનું મૃતદેહ પંખા સાથે લટકતી જોવા મળ્યું હતું. ત્યારબાદ તેઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટનાની જાણ થતા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!