એક ટેમ્પાના ચાલકે કારને લગાવી ટક્કર, પાંચ લોકોના મૃત્યુ, બાળકની ચીસો સાંભળીને તો પોલીસકર્મી પણ રડી પડ્યો…

Published on: 2:58 pm, Fri, 10 September 21

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. જ્યારે અકસ્માતને એક દુઃખદ ઘટના સામે આવી છે. રોંગ સાઇડમાં આવી રહેલા ટેમ્પાએ કારને અડફેટે લીધી હતી અને કારમાં સવાર 5 લોકોના મૃત્યુ થયા હતા.

મળતી માહિતી મુજબ આ અકસ્માત સોમવારના રોજ રાત્રે ગાઝિયાબાદમાં મેરઠ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર થયો હતો. અકસ્માતમાં રોંગ સાઇડમાં આવી રહેલા આઇસર ટેમ્પાએ એક કારને ટક્કર લગાવી હતી તેના કારણે કારમાં સવાર દંપતી સહિત પાંચ લોકોના મૃત્યુ થઈ ગયા હતા.

સુરત દરમ્યાન 11 વર્ષની માસૂમ બાળકી અને એક વર્ષના માસુમ બાળકનું મૃત્યુ થયું હતું. અકસ્માત દરમિયાન એક મહિલા અને ચાર વર્ષની બાળકની સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પરિવાર દીકરી નું મિલન કરાવવા માટે ગયું હતું અને ત્યાંથી પરત ફરી રહ્યું હતું તે દરમિયાન આ અકસ્માત થયું હતું. આઇસર ટેમ્પો અને કાર વચ્ચે એટલી જબરદસ્ત ટક્કર થઈ હતી કે કારનો તો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી તે પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારે કારમાં ફસાયેલા એક માસૂમ બાળકની ચીસો સાંભળીને તો પોલીસ કર્મીની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.

અકસ્માત દરમિયાન ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ડોક્ટરે ત્રણ લોકોને મૃત જાહેર કર્યા હતા. હજુ પણ બે લોકોની સારવાર ચાલુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક ટેમ્પાના ચાલકે કારને લગાવી ટક્કર, પાંચ લોકોના મૃત્યુ, બાળકની ચીસો સાંભળીને તો પોલીસકર્મી પણ રડી પડ્યો…"

Leave a comment

Your email address will not be published.


*