મહુવા-વલસાડ નજીક ST બસને પાછળથી એક કારે લગાવી ટક્કર, કાર ભાંગીને ભુક્કો થઈ ગયું…

65

આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે, અકસ્માતમાં એક જણાની બેદરકારીને કારણે ઘણા નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. અને આખા પરિવાર અકસ્માતમાં મૃત્યુ પામે છે. ત્યારે મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર ડેપોની બસ અમદાવાદ મુસાફરોને લઇને ધરમપુર તરફ જઈ રહી હતી.

તે દરમ્યાન વલસાડ ગામની સીમ પાસે ફૂલ ઝડપથી આવતી એક કાર એસ.ટી.બસને પાછળથી ટક્કર લગાવી હતી. આ સમગ્ર ઘટનાને લઇને એસટી બસ ના અધિકારીઓ અને કાર ચાલક વચ્ચે સમાધાન થતાં પોલીસમાં કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાવી ન હતી.

મળતી માહિતી મુજબ વિનુભાઈ નામના એસટી બસ ચાલક GJ 18 Z 4983 નંબરની બસ લઇને અમદાવાદ ધરમપુર રૂટ પર જઈ રહ્યા હતા.

તે દરમિયાન મહુવાના વલસાડ ગામ ની સીમા પાસે બસ પસાર થઇ રહી હતી તે જ GJ 26 N 2401 નંબરની કાર લઈને મેહુલ ભાઈ ચૌધરી નામના વ્યક્તિએ બસની પાછળ કાર ઘુસાવી દીધી હતી.

અને ત્યારબાદ કાર રોડની સાઇડમાં ઉતરી ગઇ હતી. મળતી માહિતી મુજબ બસમાં મુસાફરી કરતા લોકોને કોઇપણ પ્રકારની ઇજા પહોંચી નથી.

આ ઘટનાની જાણ થતાં એસટી વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા અને વાતચીત કરતા કારચાલકે ખર્ચો આપવાનો જણાવ્યું હતુ. તે કારણોસર પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાઈ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!