એક પુરપાટ ઝડપે જતા કન્ટેનરે કારને પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર, 3 લોકોના કરૂણ મૃત્યુ, 2 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 5:10 pm, Wed, 25 May 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે જતા એક કન્ટેનર એક કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ત્રણે લોકોના કરૂણ મૃત્યુ થયા હતા અને બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને કબજે લઇને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

આ ગંભીર અકસ્માતની ઘટના હરિયાણા પાણીપતના સિવાહ ગામ પાસે બની હતી. અહીં એક પુરપાટ ઝડપે જતા કન્ટેનરે એક કારને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે કારમાં સવાર પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે આસપાસના લોકોની મદદ લઈને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલમાં હાજર તબીબે 3 લોકોને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતની ઘટનામાં રામલાલ, દિલાવર અને રામ અવતાર નામના ત્રણ વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

અકસ્માતની જાણ મૃતકના પરિવારજનોને થતાં પરિવારમાં અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ કન્ટેનર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કન્ટેનર ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક પુરપાટ ઝડપે જતા કન્ટેનરે કારને પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર, 3 લોકોના કરૂણ મૃત્યુ, 2 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*