માતા પોતાના બે વર્ષના દીકરા સાથે કુવામાં કૂદી ગઈ, માતાનો બચાવ થયો 2 વર્ષના દીકરાનું કરુણ મૃત્યુ…

Published on: 4:41 pm, Wed, 25 May 22

હાલમાં બનેલી એક ચોકાવનારી અને રૂંવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક મહિલાએ પોતાના બે વર્ષના બાળક સાથે કુવામાં કુદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. જ્યારે મહિલાને બચાવી લેવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે બાળકના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. મળતી માહિતી અનુસાર સાત વર્ષ પહેલા મહિલાના આટા-સાટા પ્રથામાં લગ્ન થયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે પારિવારિક વિવાદોના કારણે મહિલાએ જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટના બાડમેર જિલ્લામાં બખાસર પોલીસ સ્ટેશન હેઠળના દેવરામપુરા ગામમાં બની હતી. મળતી માહિતી અનુસાર અહીં રહેતી 30 વર્ષીય ગેહરોન દેવી નામની મહિલાએ પોતાના બે વર્ષના દીકરાની સાથે આજથી લગભગ એક કિલોમીટર દૂર આવેલા કુવામાં કૂદી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર કૂવામાં પડ્યા બાદ મહિલાએ બૂમાબૂમ શરૂ કરી હતી. મહિલાનો અવાજ સાંભળીને આસપાસના લોકો ત્યાં પહોંચી આવ્યા હતા. ત્યાં ઉભેલા લોકોએ માતા અને દીકરાને કૂવામાંથી બહાર કાઢ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બે વર્ષના બાળકને મૃત જાહેર કર્યો હતો. ત્યારે મહિલાની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે પારિવારિક જેના કારણે મહિલાએ આ પગલું ભર્યું હોય છે. ઇજાગ્રસ્ત થયેલી મહિલાને બે દીકરા અને એક દીકરી છે.

આ ઘટના બની ત્યારે મોટો દીકરો અને દીકરી તેના મામાના ઘરે હતા. મહિલાએ પોતાના દીકરા સાથે કુવામાં કુદી ને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં મહિલાનો બચાવ થયો છે. જ્યારે બે વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માતા પોતાના બે વર્ષના દીકરા સાથે કુવામાં કૂદી ગઈ, માતાનો બચાવ થયો 2 વર્ષના દીકરાનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*