ઝડપી કારે રોડ ક્રોસ કરી રહેલી 2 દીકરીઓને જોરદાર ટક્કર લગાવી, બંને દીકરીઓના એક સાથે તડપી તડપીને મોત…પરિવારે લાડલી દીકરીઓ ગુમાવી…

Published on: 4:46 pm, Wed, 14 December 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજું કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ઝડપી કારે બે વિદ્યાર્થીનીઓને જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં બંને વિદ્યાર્થીનીઓના મોત થયા છે. બંનેના મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

દીકરીઓના મૃત્યુ બાદ પરિવારના લોકોએ અને સ્થાનિક લોકોએ મળીને પ્રશાસન અને સ્થાનિક ધારાસભ્ય સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના દિલ્હીના ઉધોગનગર વિસ્તારમાં રોહતક રોડ પર બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ઉધોગનગર વિસ્તારના કેમ્પમાં રહેતી ધોરણ 9માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ ટ્યુશન માટે ઘરેથી નીકળી હતી.

બંને વિદ્યાર્થીનીઓ રવિવારના સાંજના સમયે ટ્યુશન જવા માટે નીકળી હતી. ત્યારે રોહતક હાઈવે રોડ ક્રોસ કરતી વખતે એક ઝડપી કાર્ય બંને વિદ્યાર્થીનીઓને જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં બંને વિદ્યાર્થીનીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ રસ્તા હાલતમાં બંને વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંને વિદ્યાર્થીનીઓનું મોત થયું હતું. બંનેનું મૃત્યુ થતાં જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં 14 વર્ષીય માલવી અને 14 વર્ષીય વંશીકા નામની વિદ્યાર્થીનીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બંને દીકરીઓ એકબીજાની બાકી બહેનપણી હતી.

બંનેના પ્રત્યે થતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયું હોત. બંને દીકરીઓના મૃત્યુ બાદ સ્થાનિક લોકો અને પરિવારના લોકો ભારે ગુસ્સામાં ભરાયા હતા. તમામ લોકોએ ભેગા મળીને પ્રશાસન અને સ્થાનિક ધારાસભ્યોનો ઉગ્ર વિરોધ કર્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઝડપી કારે રોડ ક્રોસ કરી રહેલી 2 દીકરીઓને જોરદાર ટક્કર લગાવી, બંને દીકરીઓના એક સાથે તડપી તડપીને મોત…પરિવારે લાડલી દીકરીઓ ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*