રાત્રે અચાનક જ ટ્રેક્ટર અને ટ્રોલી પલટી ખાતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 બાળકો અને 5 મહિલાઓના દર્દનાક મોત…હે ભગવાન આવું મોત કોઈને ન આપતો…

Published on: 4:15 pm, Wed, 14 December 22

હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી ખાઈ જતા 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતની ઘટના ગઈ કાલે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ બની હતી. આ અકસ્માતની ઘટનામાં 2 બાળકો અને 3 મહિલાઓના મોત થયા છે.

ગંભીર અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવે તે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ અકસ્માતની ઘટના મહારાષ્ટ્રના પંઢરપુર તહસીલમાં ગઈકાલે રાત્રે બની હતી.

મળતી માહિતી અનુસાર 50 લોકો ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર થઈને જઈ રહ્યા હતા. ત્યારે ઘટના સ્થળથી બે કિલોમીટર પહેલા 35 જેટલા લોકો ટ્રોલી માંથી નીચે ઉતરી ગયા હતા. ત્યારબાદ ટ્રોલીમાં 15 મજૂરો સવાર થઈને જઈ રહ્યા હતા. જેમાંથી 3 મજૂરો ઘટના બની તે પહેલા નીચે ઉતર્યા હતા.

ત્યારે રસ્તા પર વરસાદના કારણે કાદવ અને પાણી હતું. જ્યારે ટ્રેક્ટર ટ્રોલી ત્યાંથી પસાર થાય છે. ત્યારે ટ્રેક્ટર ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવે છે. જેના કારણે ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઈ ગયા હતા. અકસ્માતની ઘટનામાં ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર બે બાળકો અને ત્રણ મહિલાઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર MH 45 S 1143 નંબરનું ટ્રેક્ટર અચાનક જ પલટી ખાઈ ગયું હતું. હાલમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે.

આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃતકોના ગામજનો અને સંબંધીઓએ સરકાર પાસે વળતર આપવાની માંગ કરી છે. અકસ્માતની ઘટના બની આબાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને ટ્રેક્ટર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાત્રે અચાનક જ ટ્રેક્ટર અને ટ્રોલી પલટી ખાતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 બાળકો અને 5 મહિલાઓના દર્દનાક મોત…હે ભગવાન આવું મોત કોઈને ન આપતો…"

Leave a comment

Your email address will not be published.


*