ઝડપી બસ ચાલકે પાછળથી સ્વીફ્ટ કારને લગાવી જોરદાર ટક્કર, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

Published on: 4:43 pm, Fri, 21 July 23

આજ રોજ સવારે 11 વાગ્યાની આસપાસ બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં એક ઝડપી બસ ચાલકે સ્વીફ્ટ કારને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. જોરદાર હતી કે સ્વીફ્ટ કાર ફૂટબોલની જેમ ફંગોળાઈને દૂર જઈને પડી હતી. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ આ ઘટનામાં કારમાં સવાર પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે સ્વીફ્ટ કાર બે વખત પલટી ખાઈને ડિવાઈડર ની બીજી બાજુ ચાલી ગઈ હતી. આ ભયંકર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ત્યાર પછી ઈજાગ્રસ્ત થયેલા લોકોને કારમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બની આબાદ ડ્રાઇવર બસ છોડીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં એક કલાકની પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારી બચાવો થયો છે.

કારણ કે કાર બે વખત પલટી ખાઈ ગઈ અને રોડની બીજી બાજુમાં જતી રહી છતાં પણ કારમાં બેઠેલા લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલો આ વિડીયો જોઈને ભલભલા લોકોના રુવાડા બેઠા થઈ ગયા છે અને વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઝડપી બસ ચાલકે પાછળથી સ્વીફ્ટ કારને લગાવી જોરદાર ટક્કર, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…"

Leave a comment

Your email address will not be published.


*