નાનકડા એવા બાળકે અચાનક જ ભૂલમાં ખતરનાક કોબ્રા સાપ ઉપર પગ મૂકી દીધો… ત્યાર પછી તો કંઈક એવું બન્યું કે…વિડીયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 11:14 am, Tue, 28 February 23

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો જોઈને આપણા રુવાડા બેઠા થઈ જતા હોય છે. ત્યારે આજે આપણે આજથી ઘણા સમય પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયો વિશે વાત કરવાના છીએ.

આ ઘટનામાં માતાની સામે ઘરની બહાર જતા નાનકડા એવા બાળક સાથે કંઈક એવું બન્યું કે વીડિયો જોઈને હચમચી જશો. વાયરલ થઈ રહેલો વિડિયો કર્ણાટકમાંથી સામે આવી રહ્યો છે. અહીં ઘરની બહાર નીકળેલા એક માસુમ બાળક ઉપર ખતરનાક કોબ્રા સાપ પ્રહાર કરે છે. પરંતુ આ દરમિયાન ત્યાં હાજર બાળકની માતા યોગ્ય સમયે બાળકને કોબ્રા સાપથી દૂર લઈ જાય છે અને તેનો જીવ બચાવી લે છે.

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સીસીટીવી ફૂટેજ માં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક નાનકડો એવો બાળક પોતાની માતાની સાથે ઘરની બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ઘરના પગથિયા પાસેથી એક ખતરનાક કોબ્રા સાપ પસાર થતો જોવા મળી રહ્યો છે.

જ્યારે બાળક પગથી ઉતરે છે ત્યારે તે કોબ્રા સાપ ઉપર પગ મૂકી દે છે. સાપને જોઈને બાળક ખૂબ જ ગભરાઈ ગયો હતો અને તે ઘરની અંદર જવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન કોબ્રા સાપ બાળક ઉપર પ્રહાર કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ત્યાં હાજર બાળકની માતા યોગ્ય સમયે પોતાના દીકરાને સાપથી દૂર ખેંચી લે છે.

જેના કારણે બાળકનો જીવ બચી ગયો હતો. વીડિયોમાં જોઈ શકો છો કે સાપ ઉપર પગ મૂક્યા બાદ બાળક ગભરાઈને ઘરની અંદર જવાનો પ્રયાસ કરે છે. ત્યારે કોબ્રા સાપ પોતાના ફેણ ફેલાવીને ઉંચો થાય છે. સદનસીબે આ ઘટનામાં બાળકને કાંઈ થયું નથી.

ઘણા સમય પહેલા આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પરંતુ ફરી એક વખત ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વીટર પર Anu Satheesh નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકોએ જોયો છે અને કોમેન્ટ બોક્સમાં વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નાનકડા એવા બાળકે અચાનક જ ભૂલમાં ખતરનાક કોબ્રા સાપ ઉપર પગ મૂકી દીધો… ત્યાર પછી તો કંઈક એવું બન્યું કે…વિડીયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*