અકસ્માત થયેલા ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં સર્જાયો ગંભીર અકસ્માત, 6 લોકોના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ…

Published on: 12:24 pm, Sun, 15 May 22

હાલમાં બનેલી કે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ટ્રકમાં કાર ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતની ઘટના સિહોરના બ્યાવર-પિંડવાડા ફોરલેન હાઇવે બની હતી.

અહીં સિહોરથી 21 કિલોમીટર દૂર ઉથમાન ટોલ પ્લાઝા પાસે એક ટ્રોલી અચાનક બેકાબૂ થઈને રોંગ સાઇડમાં આવી ગયો હતો. આ દરમિયાન સિહોર થી શિવગંજ જઈ રહેલો ટ્રક ટ્રોલી સાથે અથડાયો હતો. આ દરમિયાન ટ્રકની પાછળ આવી રહેલી બે કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ અકસ્માતની ઘટનામાં 4 લોકોએ ઘટનાસ્થળે જ પોતાના જીવ ગુમાવ્યા હતા.

જ્યારે 2 લોકોના હોસ્પિટલ લઈ જતી વખતે કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર, શિવગંજ તરફથી આવી રહેલી ટ્રોલી અચાનક બેકાબુ થઇને ડીવાઇડર કૂદીને રોંગ સાઈડમાં ચાલી ગઇ હતી. આ દરમિયાન સામેથી આવી રહેલા ટ્રક ટ્રોલી સાથે અથડાયો હતો.

આ ઘટનામાં ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી બે કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં 6 લોકો કાળનો કોળિયો બની ગયા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

પોલીસે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા અને આ ઘટનાની જાણ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને કરી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો ભાંગીને ભુક્કો થઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અકસ્માત થયેલા ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં સર્જાયો ગંભીર અકસ્માત, 6 લોકોના ઘટના સ્થળે કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*