બાલાજીના દર્શને જઈ રહેલા શ્રદ્ધાળુઓની કાર અને સ્વીફ્ટ કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો, 6 વર્ષની બાળકીનું મૃત્યુ…

Published on: 10:36 am, Fri, 30 September 22

હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે વાહનો વચ્ચે સામસામે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 6 વર્ષની માસુમ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સાલસર બાલાજીના દર્શને જઈ રહેલા શ્રદ્ધાળુઓની કાર સામેથી આવતી સ્વિફ્ટ કાર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો છે.

અકસ્માતની ઘટનામાં 12 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 6 વર્ષની દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાંથી બે ની હાલત ખૂબ જ વધારે ગંભીર છે. તેથી તેમને સારવાર માટે જયપુર રીફર કરવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો સિકરના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલસી ગામમાં આરડી હોટલ પાસે સ્વિફ્ટ કાર અને શ્રદ્ધાળુઓથી ભરેલી પેસેન્જર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતની ઘટનામાં 6 વર્ષની નવ્યા નામની દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જ્યારે 12 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર પેસેન્જર કારમાં બેસેલા તમામ શ્રદ્ધાળુ એકબીજાના સંબંધી છે. તમામ લોકો બાલાજીના દર્શન કરવા માટે આવ્યા હતા. જ્યારે તેઓ બાલાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં સામેથી આવતી સ્વીફ્ટ કાર સાથે તેમની કારની જોરદાર ટક્કર થઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે, આ ઘટનામાં છ વર્ષની માસુમ બાળકી એ પોતાનો જીવ ગુમાવ્યો છે. બાળકીનું મૃત્યુ થતાં જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે બાળકીને માતા પિતાની હાલત પણ ખરાબ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાલાજીના દર્શને જઈ રહેલા શ્રદ્ધાળુઓની કાર અને સ્વીફ્ટ કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો, 6 વર્ષની બાળકીનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*