પરીક્ષા આપીને બાઈક પર ઘરે જઈ રહેલા 3 મિત્રોને બસે કચડી નાખ્યા, ત્રણેય મિત્રોના કરુણ મૃત્યુ…3 મિત્રોની એક સાથે અર્થી ઊઠી..!

Published on: 3:22 pm, Fri, 30 September 22

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક મોટી રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક બસ ચાલકે ઓવરટેક કરવાના ચક્કરમાં સામેથી આવતી બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર ત્રણેય વિધાર્થીઓ ફંગોળાઈને રોડ પર પડ્યા હતા.

આ ઘટનામાં ત્રણેય વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ કરોડોસર ત્રણેયના મૃત્યુ થયા છે. મૃત્યુ પામેલા ત્રણેય વિદ્યાર્થી ધોરણ 12 માં અભ્યાસ કરતા હતા. તેઓ પોતાની ત્રિમાસિક પરીક્ષા આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના ભિલોઈના ધમધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.

બુધવારના રોજ સાંજના સમયે આ અકસ્માતની ઘટના બની છે. દેવરી ગામના ત્રણ વિદ્યાર્થીઓ ધમડા સરકારી ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હતા. ત્રણેયની ત્રિમાસિક પરીક્ષા ચાલી રહી હતી. ત્રણેય મિત્રો CJ 07 M 8598 નંબરની બાઈક પર સવાર થઈને પરીક્ષા આપવા માટે ગયા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ ત્રણેય મિત્રો બાઈક પર સવાર થઈને સાંજના સમયે ઘર તરફ આવી રહ્યા હતા.

ત્યારે સાંજના લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ સામેથી આવી રહેલી CG 07 E 9909 નંબરની બસ એ તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બે મિત્રોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલા એક મિત્રને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવતો હતો.

ત્યારે રસ્તામાં તેનું મૃત્યુ હતું. સમગ્ર ઘટના બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બસ ડ્રાઇવર મુકેશ સાહુની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એવું જાણવા મળી રહ્યું છે કે, બસની આગળ એક કાર જઈ રહી હતી. આ દરમિયાન બસ ચાલક કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે બસ સામેથી આવતી બાઇકને જોરદાર ટક્કર લગાવે છે. આ અકસ્માતની ઘટનામાં 18 વર્ષીય કોમલ સાહુ, 17 વર્ષીય ચંદ્રશેખર સાહુ અને 17 વર્ષીય દિપક સાહુનું મૃત્યુ થયું છે.

એક જ સાથે એક જ ગામના ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ થતાં ગામમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલો દીપક ચાર બહેનોનો એકનો એક ભાઈ છે. ગંભીર અકસ્માતની ઘટનાના કારણે ચાર બહેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પરીક્ષા આપીને બાઈક પર ઘરે જઈ રહેલા 3 મિત્રોને બસે કચડી નાખ્યા, ત્રણેય મિત્રોના કરુણ મૃત્યુ…3 મિત્રોની એક સાથે અર્થી ઊઠી..!"

Leave a comment

Your email address will not be published.


*