રોડ પર ઉભેલા ટ્રેલરની પાછળ બાઈક ઘૂસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, બે મિત્રોના મૃત્યુ – એક સાથે બે મિત્રોની અર્થી ઉઠતા આખું ગામ ઈબકે ચડ્યું…

Published on: 2:58 pm, Sat, 30 July 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સવારે 9:00 વાગે દિલ્હી જયપુર નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાન્સપોર્ટ ઓફિસની સામે રોડ પર પાર્ક કરેલા ટ્રેલરની પાછળ બાઈક ઘૂસી ગઈ હતી. જેના કારણે દર્દનાક અકસ્માત સર્જાયો હતો.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં ધોરણ 12 માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા. મૃત્યુ પામેલા બંને મિત્રો એક જ ગામના રહેવાસી હતા. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારે બાઇક પર ત્રણ યુવકો સવાર હતા. જેમાંથી બેના કરુણ મૃત્યુ થયા છે જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થયો છે.

મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે બે વિદ્યાર્થીઓને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા યુવકની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.

બાઈક એટલી સ્પીડમાં હતી કે અકસ્માત બન્યા બાદનો ભાંગવીને ભૂકો થઈ ગયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં સગા સંબંધીઓ અને ગામના લોકો હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પણ હોસ્પિટલ પહોંચી આવી હતી. આ ઘટનામાં 16 વર્ષીય હર્ષ, 16 વર્ષે અમિત નામના યુવકનું કરુણ મૃત્યુ નીપજ જેવું છે.

જ્યારે 16 વર્ષના ઇજાગ્રસ્ત થયેલા ચેતનની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. ત્રણેય મિત્રો ઘરેથી શાળાએ જવાનું કહીને નીકળ્યા હતા. પરંતુ તેઓ શાળાએ ગયા ન હતા અને સ્ટેશનરીનો સામાન્ય લેવા માટે ગયા હતા. મૃત્યુ પામેલો હર્ષ અને અમિત તેમના માતા-પિતાના એક માત્ર દીકરા હતા.

બંનેના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. એક જ સાથે બે મિત્રોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું. મૃતક હર્ષના પિતાનું થોડાક વર્ષ પહેલાં જ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. હર્ષના મૃત્યુના કારણે હવે તેની માતા પરિવારમાં એકલી વધી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રોડ પર ઉભેલા ટ્રેલરની પાછળ બાઈક ઘૂસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, બે મિત્રોના મૃત્યુ – એક સાથે બે મિત્રોની અર્થી ઉઠતા આખું ગામ ઈબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*