22 વર્ષનો યુવક 10% વ્યાજે લીધેલા રૂપિયા IPLમાં સટ્ટાબાજીમાં હારી ગયો, યુવકે પોતાનું જીવન ટૂંકાવવી લીધું – જાણો સમગ્ર ઘટના

Published on: 2:13 pm, Sat, 30 July 22

હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. એક યુવકનું મૃતદેહ ખેતરમાં પડેલી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બન્યા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે વ્યાજખોરરીથી નારાજ થઈને યુવકે પોતાનું જીવન ટૂંકાવવી લીધું હશે. મળતી માહિતી અનુસાર યુવકે 10% વ્યાજ એ રૂપિયા લીધા બાદ IPLમાં સટ્ટાબાજીમાં તમામ રૂપિયા ગુમાવ્યા હતા. જેના કારણે યુવક ખૂબ જ ચિંતામાં રહેતો હતો.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ સ્ટેશનમાં બે લોકોના વિરુદ્ધમાં સુસાઇડ માટે ઉશ્કેરવાનો કેસ નોંધાયો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ રાકેશ હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. આ ઘટના હરિયાણામાં બની છે. રાકેશ ગુરુગામના રવજી ચોક સ્થિત સુપર ઇન્ડિયા લોજિસ્ટિકસમાં કામ કરતો હતો.

મળતી માહિતી અનુસાર 27 જુલાઈના રોજ રાત્રે તે પોતાની સ્કુટી પર ડ્યુટી પરથી ઘરે જવા માટે નીકળ્યો હતો. પરંતુ રાકેશ ઘરે પહોંચ્યો ન હતો. તેથી પરિવારના લોકોએ અને સંબંધીઓએ રાકેશની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ રાકેશનું કોઈ પણ પત્તો લાગ્યો નહીં. જેના પગલે 28 જુલાઈ ના રોજ પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં રાકેશના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

29 જુલાઈ ના રોજ રાકેશનું મૃતદેહ એક ખેતરમાંથી મળી આવ્યું હતું. આ ઘટના બન્યા બાદ પોલીસે રાકેશની ઓળખ કરી હતી અને આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરી હતી. ઘટનાની માહિતી મળતા પરિવારના લોકો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટનાને લઈને રાકેશના કાકા ના દીકરાએ જણાવ્યું કે, તેનો ભાઈ સતત મળી રહેલી ધમકીઓથી ખૂબ જ પરેશાન હતો.

સમગ્ર ઘટનાને લઈને રાકેશના કાકા ના દીકરાએ આરોપ લગાડ્યો હતો કે, રાકેશે એક પ્રાઇવેટ ફાઇનાન્સનું કામ કર્યું છે. જે પાંચથી દસ ટકા રૂપિયા વ્યાજે આપે છે. સુખેન્દ્ર નામના વ્યક્તિએ 2020 માં રાકેશને વ્યાજ પર પૈસા આપ્યા હતા. આ પૈસા રાકેશ ipl મેચમાં સટ્ટાબાજી દરમિયાન હારી ગયો હતો.

ત્યારબાદ સુખેન્દ્ર અને તેનો ભાઈ નરેશ બંને ભેગા મળીને રાકેશ અને તેના પરિવાર પાસે સતત પૈસાની માંગ કરતા અને તેમને ધમકાવતા હતા. જેના કારણે રાકેશે સુસાઇડ જેવું પગલું ભર્યું હશે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ આરોપીઓ સામે ફરિયાદ નોંધની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "22 વર્ષનો યુવક 10% વ્યાજે લીધેલા રૂપિયા IPLમાં સટ્ટાબાજીમાં હારી ગયો, યુવકે પોતાનું જીવન ટૂંકાવવી લીધું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*