દ્વારકા હાઇવે પર કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા સર્જાયો ગંભીર અકસ્માત, 1 વ્યક્તિનું કરુણ મૃત્યુ, 2 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 2:59 pm, Sat, 17 September 22

હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. દ્વારકા નજીક ગઈકાલે બપોરે એક કાર ભૂલ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં સાણંદના 22 વર્ષના યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઉપરાંત ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર દ્વારકા ઓખા ધોરીમાર્ગ પર રૂપેણ બંદર વિસ્તારમાં કાર લઈને જઈ રહેલા અમદાવાદના સોલા બોપલ વિસ્તારમાં રહેતો રોહન અશોકજી પરમાર નામના યુવાને અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી.  આ ગંભીર અકસ્માતની ઘટનામાં અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે રહેતા 22 વર્ષીય અજયસિંહ અશોકસિંહ ઝાલા નામના યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

જેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબો અજય સિંહ ને મૃત જાહેર કર્યો હતો. અજયસિંહના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અન્ય બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા.

સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. કાર ચાલકે અચાનક કયા કારણોસર પોતાના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર બોપલ સોલા ખાતે રહેતા વિજયભાઈ ઠાકોર નામના યુવકની ફરિયાદના આધારે દ્વારકા પોલીસે કાર ચાલક રોહન પરમાર સામે IPC કલમ 279, 304(એ), 337, 338 તથા અમે.વી ની કલમ મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દ્વારકા હાઇવે પર કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા સર્જાયો ગંભીર અકસ્માત, 1 વ્યક્તિનું કરુણ મૃત્યુ, 2 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*