લગ્નમાં ગયેલા પરિવારની સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 3 લોકો ઇજાગ્રસ્ત, 1 નું મૃત્યુ…

ઔરંગાબાદમાં શુક્રવારના રોજ સાંજે પાંચ વાગ્યે બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર નેશનલ હાઈવે 139 પર એક ઝડપી ટ્રક અને સ્વિફ્ટ કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને એકનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર બે લોકોની હાલત ખુબ જ ગંભીર છે તેવું જાણવા મળી રહ્યું છે.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. અકસ્માતમાં 55 વર્ષીય ભારત ભૂષણ સિંહ(પિતા), 33 વર્ષીય કુલભૂષણ સિંહ(પુત્ર) અને અલીશા ભૂષણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ભારતભૂષણ સિંહની પત્ની આરતી ભૂષણ સિંહનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર લગ્નમાંથી જ્યારે તેઓ પરત ઘર તરફ કરી રહ્યા હતા ત્યારે લગભગ શુક્રવારના રોજ સાંજના પાંચ વાગ્યાની આસપાસ નેશનલ હાઇવે 139 પર એક ઝડપી ટ્રક તેમની કારને ઓવરટેક કરતી વખતે બેકાબુ થઇ ગયો હતો અને ટ્રક કાર પલટી ખાઇ ગયો હતો.

આ ઘટના બનતા જ આસપાસના ગામના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં આરતીબેન ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*