અલવરથી જયપુર જઈ રહેલી એમ્બ્યુલન્સ ટ્રક સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, એમ્બ્યુલન્સમાં સવાર 4 લોકોના મૃત્યુ…

Published on: 2:25 pm, Sat, 27 November 21

આજરોજ વહેલી સવારે અલવર-ગંગાપુર મેગા હાઈવે પરની એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ચાર લોકોના કરૂણ મૃત્યુ થયા છે. અરવલ્લી ગંગાપુર મેગા હાઈવે પર જયસિંહપુરા ગેટ પાસે ખાનગી એમ્બ્યુલન્સ અને ટ્રક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર એમ્બ્યુલન્સ સારવાર માટે દર્દીને અને પરિવારજનોને જયપુર લઇ જઇ રહી હતી. ત્યારે અકસ્માતમાં બસમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા અને બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

તેઓને સારવાર માટે જયપુર રીફર કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રકને કબજે કર્યો હતો. મળતી માહિતી અનુસાર અલવર જિલ્લાના બબોલી રામગઢના પાંચ લોકો એમ્બ્યુલન્સમાં દર્દીની સારવાર માટે જયપુર તરફ જઈ રહ્યા હતા.

આ દરમ્યાન જયસિંહપુરા ગેટ પાસે ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે ટક્કર થઈ હતી. તેના કારણે એમ્બ્યુલન્સમાં સવાર ચાર લોકોના કરૂણ મૃત્યુ થયા હતા. અકસ્માતની ઘટના બનતાં સ્થાનિક લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માતમાં 28 વર્ષીય બલજીત પ્રજાપત, 32 વર્ષીય હિંમતસિંહ, 35 વર્ષીય ભૂપસિંહ પ્રજાપત અને 35 વર્ષીય એમ્બ્યુલન્સ ડ્રાઇવર મહેશ ખંડેલવાલનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

આ ઉપરાંત ભાગચંદ પ્રજાપત અને નવદીપ સિંહ રાજપૂતને ગંભીર ઈજા પહોંચી હતી. તેઓને સારવાર માટે જયપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!