ટ્રક અને ટ્રેક્ટર-ટ્રોલી વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, એક જ ગામના 4 લોકોના મૃત્યુ અને 10 લોકો ઇજાગ્રસ્ત…ગામમાં એક સાથે 4 લોકોની અર્થી ઉઠશે..!

Published on: 12:49 pm, Sun, 25 September 22

મિત્રો દેશમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લેતી. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મૃત્યુ થયા છે અને 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ગંભીર અકસ્માતની ઘટના લલિતપુરમાં બની હતી. ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યું કે, એક ટ્રકે સામેથી ટ્રેક્ટર-ટ્રોલીને જોરદાર ટક્કર લગાવી હતી.

જેના કારણે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગંભીર અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઉપરાંત ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સ્થાનિક લોકોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

મળતી માહિતી અનુસાર ટક્કર એટલી જોરદાર હતી કે, ટ્રેક્ટરની ટ્રોલી માં બેઠેલા લોકો ફંગોળાઈને રોડ પર પડ્યા હતા. કેટલાક લોકોના માથાના ભાગે, કેટલાકના ચહેરાના ભાગે અને કેટલાકના હાથ પગના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટનામાં 4 લોકોને ખૂબ જ ગંભીર ઇજા પહોંચી હતી. આ કારણોસર તેમના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

આ અકસ્માતની ઘટનામાં ભોગ બનેલા તમામ લોકો એક જ ગામના રહેવાસી છે. સમગ્ર ઘટનાને લઈને ગામના એક વ્યક્તિએ જણાવ્યું કે, તાલબેહાટના એક ખેડૂતે પોતાના ખેતરમાં કામ કરવા માટે અમારા ગામના મજૂરોને બોલાવ્યા હતા. જે લોકોને લેવા માટે સવારે ટ્રેક્ટર આવ્યું હતું. બધા લોકો વહેલી સવારે તૈયાર થઈને મજૂરી કામ કરવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં તેમના ટ્રેક્ટર અને ટ્રોલીને એક ટ્રકે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે 4 લોકોને ઘટના સ્થળે મૃત્યુ થયા હતા અને 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ડ્રાઇવર અને ટ્રક ક્લીનર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યા હતા. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. એક જ ગામના ચાર સભ્યોના મૃત્યુ થતાં આખા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. એક જ ગામમાંથી ચાર લોકોની એક સાથે અર્થે ઊઠશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ટ્રક અને ટ્રેક્ટર-ટ્રોલી વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, એક જ ગામના 4 લોકોના મૃત્યુ અને 10 લોકો ઇજાગ્રસ્ત…ગામમાં એક સાથે 4 લોકોની અર્થી ઉઠશે..!"

Leave a comment

Your email address will not be published.


*