કાર અને મીની ટ્રક વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા…

Published on: 3:49 pm, Wed, 8 June 22

આજકાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી જાય છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળે છે. જેમાં અકસ્માતના કારણે એક જ ક્ષણમાં હસતો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે જયપુર-અજમેર હાઈવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

આ અકસ્માતની ઘટનામાં કાર આગળ જઈ રહેલા મીની ટ્રક સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં કાર ડ્રાઈવર, માર્બલ ઉદ્યોગસાહસિક સહિત બે લોકોના કરૃણ મૃત્યુ નિપજયા હતા. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર માર્બલ ઉદ્યોગસાહસિકના પિતાને ઇજા પહોંચી હતી.

તેમને સારવાર માટે જવાલાલ નેહરૂ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. તેઓએ આ લોકોની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર કારમાં સવાર લોકો અજમેરથી કિશનગઢ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમની કાર આગળ જઈ રહેલા મીની ટ્રક સાથે અથડાઈ હતી.

આ ગંભીર અકસ્માતની ઘટના મંગળવારના રોજ સાંજે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ ગગવાનામાં રાજસ્થાન હોટલ પાસે થયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. કારમાં સવાર ત્રણ લોકોને એમ્બ્યુલન્સ દ્વારા જવાલાલ નેહરૂ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ત્યાં હાજર ડોક્ટરે કારચાલકની મૃત જાહેર કર્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા ઉદ્યોગસાહસિકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મોડી રાત્રે સારવાર દરમિયાન તેમનું પણ કરુણ મૃત્યુ થયું હતું. હાલમાં હોસ્પિટલમાં ઉદ્યોગસાહસિકના પિતાની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કાર અને મીની ટ્રક વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા…"

Leave a comment

Your email address will not be published.


*