સમાચાર

અરવલ્લીમાં રીક્ષા ચલાવતા 41 વર્ષના વ્યક્તિનું અચાનક જ છાતીમાં દુખાવો થતાં કારણ મોત… પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું…

છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત વધતી જતી હાર્ટ એટેક ની ઘટનાના કારણે હવે ગુજરાતની જનતા ચિંતામાં મુકાઈ ગઈ છે. ત્યારે અરવલ્લીમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે.

અરવલ્લી જિલ્લામાં હાર્ટ એટેક ની મોત થવાના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક એવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મહેન્દ્રભાઈ પરમાર હતું અને તેમની ઉંમર 41 વર્ષની હતી.

મહેન્દ્રભાઈ પરમાર ભિલોડાના સુનસર ગામે રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મહેન્દ્રભાઈ પરમાર પોતાના ઘરે હતા. ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ મહેન્દ્રભાઈ જમીન પર ઢળી પડ્યા હતા. પછી પરિવારના સભ્યો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં.

હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મહેન્દ્રભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારના આધાર સ્તંભનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થતા પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ ઘટના બનતા જ મહેન્દ્રભાઈના પરિવારજનો, સગા સંબંધીઓ અને તેમના ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *