પુરપાડ ઝડપે જઈ રહેલા ટ્રક સાથે જંગલમાંથી નીકળેલો ગેંડો અથડાયો, ત્યારબાદ થયું એવું કે…આવો વિડિયો પહેલા ક્યારેય પણ નહીં જોયો હોય…

Published on: 6:49 pm, Mon, 10 October 22

સોશિયલ મીડિયામાં તમે દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. તમે ઘણી વખત સોશિયલ મીડિયામાં એવા વિડીયો જોયા હશે. જેમાં કેટલાક જંગલી પ્રાણીઓ રોડ રસ્તા ઉપર આવી જતા હોય છે અને ન બનવાના બનાવ બનતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે.

આ ઘટનાનો વિડીયો આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રવિવારના રોજ તેમના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગેંડો ઝડપી ટ્રક સાથે અથડાતો જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં ગેંડાને ગંભીર ઈચ્છા પહોંચી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ગેંડો ઉભો થઈને જંગલ તરફ ચાલ્યો જાય છે.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આસામના કાઝીરંગામાં એક ગેંડો ટ્રક સાથે અથડાયો તો આ કારણોસર ગેંડાને ગંભીર ઇજા પહોંચી હતી. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જંગલમાંથી નીકળેલો ગેંડો રોડ પર પસાર થઈ રહેલા ટ્રક સાથે અથડાયું હતું.

ત્યારબાદ ગેંડો જંગલ તરફ જવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે સ્લીપ ખાઈને રોડ પર પડી જાય છે અને ફરીથી ઊભો થઈને તે જંગલ તરફ જતો રહે છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રક ચાલક ગેંડાને બચાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ છતાં પણ ગેંડો ટ્રક સાથે અથડાય છે.

આ ઘટનામાં ગેંડો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જો ટ્રકની પાછળ આવતી કાર સાથે ગેંડો અથડાયો હોત તો મોટી દુર્ઘટના બનવાની સંભાવના હતી. હાલમાં ગેંડાનું આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પુરપાડ ઝડપે જઈ રહેલા ટ્રક સાથે જંગલમાંથી નીકળેલો ગેંડો અથડાયો, ત્યારબાદ થયું એવું કે…આવો વિડિયો પહેલા ક્યારેય પણ નહીં જોયો હોય…"

Leave a comment

Your email address will not be published.


*