માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો : ખેડામાં બે પિતરાઇ ભાઈઓ વચ્ચે ગેમ રમવા બાબતે માથાકૂટ થઇ, ત્યારબાદ 16 વર્ષના ભાઈએ 12 વર્ષના ભાઈ સાથે કર્યું એવું કે…

Published on: 3:36 pm, Thu, 26 May 22

ગુજરાતના ખેડામાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં મોબાઈલ ગેમ રમવા બાબતે 16 વર્ષના પિતરાઈ ભાઈએ 12 વર્ષના ભાઈનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ સમગ્ર ખેડા પથકમાં અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર સૌપ્રથમ પથ્થર વડે પિતરાઈ ભાઈનો જીવ લઇ લીધો અને ત્યારબાદ તેના મૃતદેહને કૂવામાં ફેંકી દીધું હતું.

આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર ઘટનાને લઇને ખેડા ટાઉન પોલીસે 16 વર્ષીય ભાઈ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 12 વર્ષીય વિઝેશ નામના બાળકનો જીવ લઈ લેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર વિઝેશ અને તેના કાકાનો 16 વર્ષનો દીકરો બન્ને પાણીપુરી ખાવાનું કહીને ઘરેથી નીકળી ગયા હતા. ઘરેથી નીકળી ગયા બાદ બંનેને પિતરાઈ ભાઈઓ મોડી સાંજ થઈ ગઈ છતાં પણ ઘરે પરત ફર્યા નહીં. તેથી પરિવારજનોએ બંનેની શોધખોળ શરૂ કરી હતી. જ્યારે 16 વર્ષીય કિશોરની ભાળ મળતાં તેને પોતાના માવતર સાથે સમગ્ર ઘટનાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

મળતી માહિતી અનુસાર 16 વર્ષીય કિશોરે જણાવ્યું હતું કે તેને પિતરાઈ ભાઈ વિઝેશનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર બંને જ્યારે પાણીપુરી ખાવાનું કહીને ઘરેથી નીકળ્યા ત્યારે બંનેમાંથી એક પાસે એન્ડ્રોઇડ ફોન હતો. જેમાં બંને પિતરાઈ ભાઈઓ વારાફરતી ફ્રી ફાયર ગેમ રમતા હતા.

મળતી માહિતી અનુસાર બંને પિતરાઈ ભાઈઓ ગોબલેજ ગામની સીમમાં NGM 116 વેલ નજીક હલળ કુવા પાસે ગેમ રમતા હતા. આ દરમિયાન ગેમ રમવાના વારા અંગે બંને વચ્ચે માથાકૂટ થઇ ગઇ હતી. માથાકૂટ એટલી વધી ગઈ કે 16 વર્ષીય પિતરાઈ ભાઈ 12 વર્ષીય વિઝેશના માથા પર મોટા પથ્થરો વડે પ્રહાર કર્યો હતો. જેના કારણે વિઝેશ ઘટનાસ્થળે બેભાન થઈ ગયો હતો.

ત્યારબાદ 16 વર્ષીય પિતરાઈ ભાઈ વિઝેશ મૃત્યુ પામ્યો છે એમ સમજીને તેને નજીકના કુવામાં ફેંકી દીધો હતો. બેભાન થયેલા વિઝેશનું કૂવાના પાણીમાં ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ નિપજયુ હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે પિતરાઇ ભાઇ સામે ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!