બોરસદમાં વાહનોનું ચેકિંગ કરી પોલીસકર્મીને એક ટ્રક ચાલકે કચડી નાખ્યો, પોલીસકર્મીનું કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના…

Published on: 5:37 pm, Wed, 20 July 22

હરિયાણા પછી ઝારખંડ અને હવે ગુજરાતમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસ કર્મીનો જીવ લેવાની ઘટના સામે આવી છે. ગુજરાતમાં આ ઘટના બનતા ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. બોરસદ ટાઉનમાં વાહન ચેકિંગ દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલે ટ્રક ચાલકને ઉભા રહેવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ટ્રક ચાલક ઉભો રહેતો નથી અને ત્યાંથી ભાગી જાય છે.

તેથી પોલીસ જવાન કાર લઈને ટ્રક ચાલકનો પીછો કરે છે. આ દરમિયાન પોલીસ કર્મી ટ્રકને ઓવરટેક કરી અને રોકવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે ટ્રક ચાલક કારને જબરદસ્ત ટક્કર લગાવી છે. આ ઘટનામાં પોલીસ કર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેથી તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે છે.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસકર્મીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. પોલીસ જવાન ના પરિવાર અને ગામના લોકોમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કિરણસિંહ નામના પોલીસ કર્મીનું કરુણ મૃત્યુ થયું છે. બોરસદ ટાઉનમાં ફરજ બજાવતા કિરણસિંહ નાઈટ ડ્યુટી દરમિયાન વાહન ચેકિંગ કરી રહ્યા હતા.

આ દરમિયાન કિરણસિંહ એક ટ્રકચાલકને ટ્રક ઉભો રાખવાનો ઇશારો કરે છે. પરંતુ ટ્રક ચાલક ટ્રક ઉભો રાખતો નથી. તેથી કિરણસિંહ કાર લઈને ટ્રક ચાલકનો પીછો કરે છે. આ દરમિયાન કિરણસિંહ ટ્રકને ઓવરટેક કરીને કારને આગળ ઉભી રાખી દે છે. ત્યારે ટ્રક ચાલક કારને જબરદસ્ત ટક્કર લગાવે છે.

આ ઘટનામાં કિરણસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેથી તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઉપરાંત પોલીસ કર્મીઓ પણ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં હાજર થયા હતા.

મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ ફરાર થયેલો ટ્રક ચાલકને બોરસદ પોલીસ સ્ટેશનમાં હાજર કરાયો છે. ટ્રક ચાલક સામે ઈપીકો કોલમ 304 હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. કરણસિંહના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ કરણસિંહના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બોરસદમાં વાહનોનું ચેકિંગ કરી પોલીસકર્મીને એક ટ્રક ચાલકે કચડી નાખ્યો, પોલીસકર્મીનું કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*