દવા લઈને ઘરે જઈ રહેલા વ્યક્તિને સ્કૂલ બસે લગાવી જબરદસ્ત ટક્કર, સાઈકલ સવાર વ્યક્તિનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

Published on: 11:40 am, Fri, 8 July 22

હાલમાં બનેલી એક દર્દના અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. આ ઘટનામાં સ્કૂલ બસની ટક્કરના કારણે એક વ્યક્તિનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં તમે જોઈ શકો છો કે, સિંચાઈ વિભાગના એક નિવૃત્ત કર્મચારી સાયકલ પર સવાર થઈને જઈ રહ્યા છે.

આ દરમિયાન પાછળથી આવતી બસ સાયકલ સવાર કર્મચારીની બાજુમાંથી પસાર થાય છે. આ દરમિયાન સાયકલ ચાલક કર્મચારી પોતાનું સંતુલન ગુમાવે છે અને નીચે પડી જાય છે. આ દરમિયાન તેઓ સ્કૂલ બસના પાછળના ટાયરની નીચે આવી જાય છે. આ ઘટનામાં તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાના કારણે તેમનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માતની ઘટના મુઝફ્ફરપુરમાં બની હતી. અહીં સ્કૂલ બસની ટક્કર લાગવાના કારણે સિંચાઈ વિભાગના નિવૃત્ત કર્મચારીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. મૃત્યુ પામેલા નિવૃત્ત કર્મચારીનું નામ તેજ નારાયણ ઠાકુર હતું. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

બસની ટક્કર બાદ માત્ર 6સેકન્ડમાં તેજનારાયણનું મૃત્યુ થયું હતું. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, તેજ નારાયણ સાયકલ લઈને જઈ રહ્યા છે. આ દરમિયાન પાછળથી આવતી બસના ટક્કરના કારણે તેજ નારાયણ રોડ પર પડી જાય છે.

આ ઘટનામાં બસનું પાછળનું ટાયર તેજનારાયણના માથાના ભાગ પરથી પસાર થઈ ગયું હતું. આ કારણોસર તેમનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બસને જપ્ત કરી લીધી છે. મળતી માહિતી અનુસાર સાયકલ સવાર તેજનારાયણ દવા લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમની સાથે આ અકસ્માતની ઘટના બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દવા લઈને ઘરે જઈ રહેલા વ્યક્તિને સ્કૂલ બસે લગાવી જબરદસ્ત ટક્કર, સાઈકલ સવાર વ્યક્તિનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*