સુરતમાં સાયકલ લઈને ઘરે જતા વ્યક્તિનું ડમ્પર નીચે જવાના કારણે મોત, 2 દીકરા અને 4 દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી… જુઓ અકસ્માતનો સમય LIVE વિડિયો…

Published on: 6:28 pm, Wed, 12 July 23

સુરતમાં બનેલી એક અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. સુરતમાં પાંડેસરા તેરે નામ ચોકડી નજીક ડમ્પરની નીચે કચડાઈ જવાના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર વહેલી સવારે સાઇકલ લઈને જતા વ્યક્તિ ડમ્પરની નીચે કચડાઈ ગયા હતા.

ત્યારબાદ આસપાસના લોકો તેમને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ રમાશંકર હરિલાલ ગૌતમ હતું અને તેમની ઉંમર 22 વર્ષની હતી. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના હતા. તેઓ પાંડેસરા વિસ્તારમાં પોતાના એક દીકરા સાથે રહેતા હતા. છેલ્લા 20 વર્ષથી તેઓ સુરતમાં રોજગારી માટે રહે છે.

રમાશંકર સંચા ખાતામાં કારીગર તરીકે કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હાલમાં તો તેઓ પોતાના એક દીકરા સાથે સુરતમાં રહેતા હતા. બાકી પરિવારના અન્ય સભ્યો વતનમાં રહેતા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે રમાશંકર 7.15 વાગ્યાની આસપાસ પોતાની નાઈટ ડયુટી પૂરી કરીને ઘરે આવી રહ્યા હતા..

આ દરમિયાન પાંડેસરા તેરેનામ ચોકડી નજીક તેઓ એક ટ્રકની અડફેટમાં આવી ગયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો તરત જ ત્યાં દોડી આવ્યા હતા. પછી 108 ની મદદ થી રમાશંકરને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે રમાશંકર સવારે સમયસર ઘરે ન આવ્યા તો પરિવારના સભ્યોને તેમની ચિંતા થવા લાગી હતી. પછી પરિવારના સભ્યોએ તપાસ કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે, એક રોડ અકસ્માત થયો છે. પછી પરિવારના સભ્યોને ખબર પડી કે અકસ્માતમાં રમાશંકરનું મોત થયું છે. રમાશંકરનું મોત થતા જ બે દીકરા અને ચાર દીકરીઓએ પિતાની છત્ર છાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં સાયકલ લઈને ઘરે જતા વ્યક્તિનું ડમ્પર નીચે જવાના કારણે મોત, 2 દીકરા અને 4 દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી… જુઓ અકસ્માતનો સમય LIVE વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*