પાટડીના રાજપરા ગામ નજીક બાઈક પર જતા એક વ્યક્તિને અજાણ્યા વાહનચાલકે લગાવી જબરદસ્ત ટક્કર, બાઈકસવારનું મૃત્યુ…

Published on: 3:44 pm, Wed, 5 January 22

આજકાલ દિવસેને દિવસે ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે પાટડીના રાજપર ગામ પાસે બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક બાઈક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર રાજપર ગામ નજીક એક અજાણ્યા વાહનચાલકે ધર્મેન્દ્રભાઈ મનસુખભાઈ જાની નામના બાઈક ચાલકને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું ઘટના બન્યા બાદ તેમના મિત્રો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર પાટડી શ્રીનાથ સોસાયટી ખાતે રહેતા અને ટ્રેક્ટર કંપની માં કામ કરતા ધર્મેન્દ્રભાઈ કંપનીના કામે મજેઠી કામલપુરના રસ્તે પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા. ત્યારે સામેથી પુરપાટ ઝડપમાં આવી રહેલા એક અજાણ્યા વાહનચાલકે ધર્મેન્દ્ર ભાઈને અડફેટેમાં લીધા હતા.

આ અકસ્માતમાં ધર્મેન્દ્રભાઈના હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આ કારણોસર તેમનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. ધર્મેન્દ્ર ભાઈના મૃત્યુની પરિવારજનોને જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

ઘટનાની જાણ થતા તાકીદે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ધર્મેન્દ્રભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું અને પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પાટડીના રાજપરા ગામ નજીક બાઈક પર જતા એક વ્યક્તિને અજાણ્યા વાહનચાલકે લગાવી જબરદસ્ત ટક્કર, બાઈકસવારનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*