સુરતમાં એક મહિનાના બાળકનું એવી રીતે મોત થયું કે… એક જ ઝટકામાં હસતા ખેલતા પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ…

Published on: 2:40 pm, Tue, 4 July 23

હાલમાં સોશિયલ મીડિયા પર બાળકોના કોઈના કોઈ કારણોસર મૃત્યુની ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે. આવી જ એક ઘટના ડાયમંડ નગરી સુરતના પાંડેસરામાં ચોકી જશો એવી ઘટના સામે આવી છે. એક મહિનાના બાળકની માતાએ સ્તનપાન કરાવ્યા બાદ બાળકનું મોત થયું છે. માતાએ રાત્રે ત્રણ વાગ્યે બાળકને સ્તનપાન કરાવ્યું હતું, જે બાદ સવારે 6:00 વાગે સ્તનપાન માટે ઉઠાડતા બાળક જાગ્યું ન હતું.

બાળકનું શરીર ઠંડુ પડી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યું હતું. બાળકના પિતા મશીન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમને બે સંતાનો છે. જેમાં એક દીકરી અને એક દીકરો હતો, દીકરીનું નામ કાવ્યા અને દીકરા નું નામ દિવ્યાંશ હતું. પરિવારના એકના એક પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ ઘટના વિશે વધુ જાણીએ તો માતા અને પરિવાર ખૂબ જ ખુશ હતા કે તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો છે. માતા તમામ પ્રકારે દીકરાની સારસંભાળ રાખતી હતી. માતાએ દિવ્યાંશ ને રાત્રે સ્તનપાન કરીને સુવડાવ્યો હતો, ત્યારબાદ સવારે 6:00 વાગ્યે સ્તનપાન કરાવવા માટે દિવ્યાંશ ને ઉઠાડવાની કોશિશ કરી પરંતુ તે ઉઠ્યો નહીં.

દિવ્યાંશ ઉઠ્યો નહીં એટલે તેણે તેના પતિને જાણ કરી અને પતિએ પણ દિવ્યાંશ ને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ હલનચલન કરતો ન હતો, જેથી પરિવાર એ તેને હોસ્પિટલ લઈ જવા તૈયારી કરી હતી. આ દુર્ઘટના અંગે દિવ્યાંશ ના પિતાએ જણાવ્યું હતું કે તેનું શરીર ઠંડું પડી જતા સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેની તપાસ કરીને તેને મૃત જાહેર કર્યો હતો, આ જાણ પોલીસને થતા પોલીસે પરિવારના નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી છે. મૌર્યા પરિવારમાં એક મહિનાનો દિવ્યાંશ એકનો એક પુત્ર હતો, પુત્રના અકાળે મોતના પગલે માતા આઘાતમાં સરી પડી છે. જ્યારે પિતા પણ પુત્રના મોતના પગલે ગમગીન થઈ ગયા છે.

સુરતમાં આગળ પણ આવી એક ઘટના સામે આવી હતી જેમાં સુરતના ડીંડોલી કરાડવા રોડ ખાતે નવી બંધાતી બિલ્ડિંગમાં માતા અને પુત્ર સાથે રહી મજૂરી કામ કરતી મૂળ છત્તીસગઢની મહિલાએ અઢી વર્ષના પુત્રની હત્યા કરી હતી. લાશ બિલ્ડિંગના લિફ્ટમાં પેસેજમાં નાખી ગુમ થયાની જાણ કરી પોલીસને ચકરાવે ચઢાવી હતી. જોકે માતાએ હત્યાની કબુલાત કર્યા બાદ બિલ્ડિંગના લિફ્ટ ના પેસેજમાંથી જ બાળકની હત્યા કરેલી લાશ મળી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં એક મહિનાના બાળકનું એવી રીતે મોત થયું કે… એક જ ઝટકામાં હસતા ખેલતા પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ…"

Leave a comment

Your email address will not be published.


*