ઝડપી SUV કારે ટેમ્પાને લગાવી જોરદાર ટક્કર, માતા-પિતા-પુત્ર સહિત 6 લોકોના મોત… હાઈવે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો…

Published on: 12:23 pm, Tue, 4 July 23

સોમવારના રોજ મોડી રાત્રે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક ઝડપી કાર ચાલકે ટેમ્પાને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં ટેમ્પામાં સવાર 6 લોકોના મોત થઈ ગયા હતા. આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં અન્ય ત્રણ લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે.

જેમની હાલત હાલમાં ગંભીર છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને જિલ્લાની હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે મોકલી આપ્યા હતા. આ ગંભીર અકસ્માતની ઘટના આગરામાંથી સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના સોમવારના રોજ રાત્રિના સમયે 11 વાગ્યાની આસપાસ બની હતી. માહિતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારે ટેમ્પામાં નવ લોકો સવાર હતા. આ દરમિયાન રસ્તા ઉપર જીવોના પેટ્રોલ પંપ ની સામે એક ઝડપથી આવતી કારે ટેમ્પાને સામેથી જોરદાર ટક્કર લગાવી હતી.

ભયંકર અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પો ફંગોળાઈ ગયો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરી હતી.

પછી બીજા ગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે 6 લોકોને મૃત જાહેર કર્યા હતા. બાકીના ત્રણ લોકોની હાલત ખૂબ જ નાજુક છે અને તેમની સારવાર ચાલી રહે છે. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ કારમાં સવાર તમામ લોકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. હાલમાં ઘટનાને લઈને પોલીસ જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે જો કારના એર બેગ ન ખુલ્લી હોત તો કારમાં સવાર લોકોના પણ મોત થઈ ગયા હોત. મૃતકોમાં માતા-પિતા અને દીકરા નો પણ સમાવેશ થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઝડપી SUV કારે ટેમ્પાને લગાવી જોરદાર ટક્કર, માતા-પિતા-પુત્ર સહિત 6 લોકોના મોત… હાઈવે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો…"

Leave a comment

Your email address will not be published.


*