મકાનની બાલ્કનીમાં ભાઈ સાથે રમતા-રમતા દોઢ વર્ષનો બાળક નીચે પડ્યો, માસુમ બાળકનું દર્દનાક મૃત્યુ – જુઓ લાઈવ ઘટનાનો વિડીયો

Published on: 3:23 pm, Tue, 27 September 22

હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટનામાં એક દોઢ વર્ષનો માસુમ બાળક રમતા રમતા પહેલા માળેથી નીચે પડે છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. માસુમ બાળક લગભગ 15 ફૂટની ઊંચાઈથી બાલ્કની માંથી નીચે પડે છે.

સમગ્ર ઘટના બની આ બાદ બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સોમવારના રોજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોડી રાત્રે બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. આ હચમચાવી દેનારી ઘટના મધ્યપ્રદેશના ઇન્દોરમાં બની છે. મળતી માહિતી અનુસાર બાળક પોતાના ત્રણ વર્ષના મોટાભાઈ સાથે રમી રહ્યો હતો.

રમતા રમતા બાળક પહેલા પહેલા માળની બાલ્કની માંથી ડોકિયું કરવા લાગ્યો હતો. આ દરમિયાન તે નીચે પડે છે. બાળકને જોઈને ત્યાં બેઠેલી એક છોકરી દોડીને માસુમ બાળકને તેડી લે છે. ત્યારબાદ આ ઘટનાની જાણ બાળકની માતાને કરવામાં આવે છે અને બાળકને સારવાર માટે એમવાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન સોમવારના રોજ રાત્રિના સમયે બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો દોઢ વર્ષનો શશાંક તેના ત્રણ વર્ષના ભાઈ લક્ષ્ય સાથે બહારની રૂમમાં રમી રહ્યો હતો. આ દરમિયાન બાલ્કની માંથી શશાંક નીચે પડે છે.

ત્યારબાદ માસુમ બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે. હોસ્પિટલમાં 18 કલાકની સારવાર બાદ બાળકનું મૃત્યુ થાય છે. બાળકનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. આ સમગ્ર ઘટના બની ત્યારે માસુમ બાળકની માતા રસોડામાં ભોજન બનાવી રહી હતી.

ત્યારે બાળક રમતો રમતો પહેલા માળેથી નીચે પડે છે. આ ઘટના બનતા આજે ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મકાનની બાલ્કનીમાં ભાઈ સાથે રમતા-રમતા દોઢ વર્ષનો બાળક નીચે પડ્યો, માસુમ બાળકનું દર્દનાક મૃત્યુ – જુઓ લાઈવ ઘટનાનો વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*