એક દીકરીની માતાએ બાથરૂમમાં ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… જાણો એવું તો શું દુઃખ આવી પડ્યું હશે…

Published on: 4:26 pm, Thu, 16 November 23

સમગ્ર દેશભરમાં સુસાઇડના બનાવ ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે વહેલી સવારમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલાનું મૃતદે તેના ઘરના બાથરૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યું હતું. ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી મહિલા છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતી હતી.

ગઈકાલે એટલે કે બુધવારના રોજ મહિલાનો પતિ મહિલાને પિયર માંથી તેના ઘરે લાવ્યો હતો. ત્યાર પછી રાત્રે મહિલાએ સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું હતું. આ ઘટના બનતા જ મૃત્યુ પામેલી મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતા અને તેને એક દીકરી પણ છે.

આ સુસાઇડની ઘટના ઇન્દોરમાંથી સામે આવી રહી છે. સુસાઇડ કરનાર મહિલાનું નામ ભારતી હતું અને તેની ઉંમર 32 વર્ષની હતી. ભારતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ભારતીનો પતિ ચાર વાગ્યાની આસપાસ જાગ્યો ત્યારે ભારતી પલંગ પર હતી નહીં.

પછી ભારતીના પતિએ તેને શોધી પછી બાથરૂમનો દરવાજો ખોલ્યો ત્યારે ભારતીય ત્યાં જોવા મળી હતી અને તેના પતિએ સરખું જોયું ત્યારે ભારતીના ગળામાં ફાંસો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક એમવાય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.

જ્યાં હોસ્પિટલમાં હાજર ડોકટરે મહિલાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. પછી તો ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મહિલા ગર્ભવતી હતી અને તે છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતી. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક દીકરીની માતાએ બાથરૂમમાં ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… જાણો એવું તો શું દુઃખ આવી પડ્યું હશે…"

Leave a comment

Your email address will not be published.


*