દિવાળીની ખરીદી કરવા જતા માતા અને દીકરાને ટ્રેક્ટર ચાલકે કચડી નાખ્યા… દીકરાની નજર સામે માતાનું કરુણ મોત…

Published on: 4:59 pm, Sun, 12 November 23

દેશભરના વિવિધ વિસ્તારોમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી ટ્રેક્ટરના ડ્રાઈવરે આગળ જાતિ કારને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં આ ઘટનામાં કાર્ડ ચાલક યુવક અને પાછળ બેઠેલી તેની માતા બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. મહિલાના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ અકસ્માતની ઘટના પાનીપતમાંથી સામી આવી રહી છે.ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, એક યુવક પોતાની માતા સાથે પાનીપતમાં દિવાળીની ખરીદી કરવા આવ્યો હતો. આ દરમિયાન રસ્તામાં એક ઝડપી ટ્રેક્ટર ચાલકે તેમની કારને જોરદાર ટક્કર લગાવી હતી.

જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર માતા અને દીકરાને ગંભીર ઈજા પહોંચી હતી.ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

ત્યારબાદ માતા અને દીકરાને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પછી ત્યાંથી વધુ સારવાર માટે બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકની માતાનું કરુણ મોત થયું હતું. જ્યારે યુવકની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.

મહિલાના મોતના સમાચાર મળતા જ પરિવારની દિવાળીની ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દિવાળીની ખરીદી કરવા જતા માતા અને દીકરાને ટ્રેક્ટર ચાલકે કચડી નાખ્યા… દીકરાની નજર સામે માતાનું કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*