બેસણામાં જતા માતા અને દીકરાને રસ્તામાં નડયો અકસ્માત, માતાની નજર સામે દીકરાનું મૃત્યુ…પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…

Published on: 11:14 am, Fri, 2 September 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે આણંદ તાલુકાના વાસદ બ્રિજ નજીક બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં માતાની નજર સામે દીકરાનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. વાસદ બ્રિજ નજીક આણંદ તરફ આવવાના રોડ ઉપર ગુરુવારના રોજ એક ડમ્પર ચાલકે એકટીવા ચાલકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં એકટીવા પર સવાર યુવકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા વાસદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. 

મળતી માહિતી અનુસાર આણંદ તાલુકાના વાસદ ગામ નજીક આવેલા રાજુપુરાના ભાગવત નગરમાં રહેતો 24 વર્ષે કિશન હિંમતસિંહ પરમાર નામનો યુવક ગુરુવારના રોજ સવારે પોતાની માતા હંસાબેન સાથે એકટીવા પર વાડોદ ગામ બેસણામાં જઈ રહ્યું હતું.

તેઓ લગભગ 11:00 વાગ્યાની આસપાસ વાસદ ઓવરબ્રિજ નજીક આણંદ તરફ જવાના રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બે કાબૂ બનેલા ડમ્પરે તેમની એકટીવા ને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં એકટીવા ચાલક કિશનને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી.

તેથી તેનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેની માતાને આ ઘટનામાં સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા વાસદ પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મૃતક યુવક કમલેશના મૃતદેહ કબજે લઈને કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. વાસદ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નજરની સામે દીકરાનું મૃત્યુ થતા માતા રડી પડી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બેસણામાં જતા માતા અને દીકરાને રસ્તામાં નડયો અકસ્માત, માતાની નજર સામે દીકરાનું મૃત્યુ…પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…"

Leave a comment

Your email address will not be published.


*