રોડ ઉપર બાઈક લઈને જતા વ્યક્તિ સાથે દીપડાએ કાંઈક એવું કર્યું કે… વીડિયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે…

Published on: 8:55 pm, Mon, 7 November 22

તમે સોશિયલ મીડિયામાં પ્રાણીઓના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ઘણી વખત જંગલી પ્રાણીઓ શિકારની શોધમાં શહેરી વિસ્તારમાં ખુશી આવતા હોય છે. આ જંગલી પ્રાણીઓ શિકારની શોધમાં શેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકો ઉપર પ્રહાર કરતાં હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક દીપડો શહેરમાં હંગામો મચાવે છે અને આ ઘટનામાં દીપડાના કારણે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક દીપડો શહેરી વિસ્તારમાં ઘૂસી આવ્યો છે. દિપડો એક છત પરથી કૂદીને રસ્તા પર પહોંચી જાય છે.

ત્યારે રસ્તા પર બાઈક લઈને જતા બાઈક સવાર વ્યક્તિને દીપડો પકડવાનો પ્રયાસ કરે છે. દીપડો પાછળ પડ્યો હોવાના કારણે બાઇક સવાર યુવક ખૂબ જ ગભરાઈ જાય છે અને તે રોડ પર જ પોતાની બાઈક મૂકીને ત્યાંથી ભાગી જાય છે. ત્યારે દીપડો રોડ ઉપર અન્ય એક વ્યક્તિ ઉપર પ્રહાર કરે છે.

મળતી માહિતી અનુસાર દીપડાય ત્રણ લોકો ઉપર પ્રહાર કર્યા હતા આ ઘટનામાં ત્રણેય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતા અહેવાલો મુજબ આ ઘટના શુક્રવારના રોજ કર્ણાટકના મૈસુર જિલ્લાના કનકનગરમાં બની હતી. અહીં રહેણાંક વિસ્તારમાં એક દીપડો ઘૂસી આવ્યો હતો અને ત્રણ લોકો ઉપર પ્રહાર કર્યા હતા.

દીપડાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દીપડો જ્યારે બાઈક ચાલક યુવક પર પ્રહાર કરે છે. તેનો એક વિડિયો પર હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.સોશિયલ મીડિયામાં આવા ઘણા વિડીયો દરરોજ જોવા મળતા હોય છે. ખાસ કરીને ભારત દેશમાં આ ઘટનાઓ વધુ પડતી બને છે.

જંગલ વિસ્તારમાંથી પસાર થતા રસ્તા ઉપર અવારનવાર જંગલી પ્રાણીઓ શિકારની શોધમાં આવતા હોય છે. ઘટનાનો વાયરલ થયેલો વિડિયો ટ્વિટર પર Susanta Nanda નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રોડ ઉપર બાઈક લઈને જતા વ્યક્તિ સાથે દીપડાએ કાંઈક એવું કર્યું કે… વીડિયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*