પતિ પોતાની પત્નીને તેના પ્રેમી સાથે જોઈ ગયો, પછી તો કંઈક એવું થયું કે… વીડિયો જોઈને ખડખડાટ હસી પડશો…

Published on: 3:13 pm, Sun, 13 August 23

સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણને નવાઈ લાગે છે. ઘણા વિડીયો તો એવા હોય છે જેને જોઈને આપણને હસવું આવે છે. આવો જ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તમે ઘણી વખત ફિલ્મોમાં જોયું હશે અને વાર્તાઓમાં સાંભળ્યું હશે કે પ્રેમી તેની પ્રેમિકાને તેના રૂમમાં મળવા જાય છે અને ત્યારે જ ત્યાં કોઈ આવે છે. આવી સ્થિતિમાં કા તો છોકરી તેને રૂમમાં છુપાવે છે અથવા છોકરો પોતાનો જીવ જોખમમાં મૂકીને બારીમાંથી કૂદી જાય છે.

હાલમાં સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે ખરેખર બ્રાઝિલમાં આવી જ એક ઘટના સામે આવી છે. વાસ્તવમાં એવું બન્યું કે મહિલાનો પતિ અચાનક ઘરમાં ઘૂસી ગયો અને બેડરૂમમાં હાજર તેનો પ્રેમી અર્ધનગ્ન હાલતમાં બારીમાંથી કૂદીને ભાગવા લાગ્યો. પરંતુ બારીમાંથી બચીને ભાગવું એટલું સરળ ન હતું, કારણ કે તે ત્રીજા માળે હતો.

આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે પતિ સાથે છેતરપિંડી કરનાર પત્નીનો પ્રેમી ત્રીજા માળની બારીમાંથી ભાગવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન બીજા માળે મહિલા તેને જાડૂથી મારવા લાગે છે. આ દ્રશ્ય જોઈને નેટીઝન્સ હસવા લાગે છે, આ વીડિયોને ઘણા લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પતિ પોતાની પત્નીને તેના પ્રેમી સાથે જોઈ ગયો, પછી તો કંઈક એવું થયું કે… વીડિયો જોઈને ખડખડાટ હસી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*