માતાજી ખોડલના ચરણમાં ચડાવાયો 35 મણનો વિશાળ લાડુ, જલ્દી થી ક્લિક કરી કરો દર્શન…

Published on: 10:28 am, Sun, 18 February 24

મિત્રો ગઈ 8 મી માર્ચના દિવસે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિર ખાતે વિશ્વ મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ તાલુકા મહિલા સમિતિ ગોંડલ દ્વારા 35 મણનો ચુરમાનો લાડુ ગયા વર્ષે માતાજી ખોડલને પ્રસાદી રૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.

આ માટે મહિલાઓ દ્વારા ગોંડલમાં પાટીદાર સમાજના ઘરે ઘરે ફરી એક એક વાટકી ઘઉં અને ઘી એકત્ર ત્યારે કરવામાં આવ્યું હતું. વિશ્વ મહિલા દિવસની ઉજવણી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગયા વર્ષે મહિલાઓને વિશ્વ મહિલા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

35 મણનો વિશાલ લાડુ બનાવવા માટે 22 મહિલાઓએ આખો દિવસ મહેનત કરી હતી તેમજ મહિલાઓએ પાટીદાર સમાજના ઘરે-ઘરે થી ઘી અને ઘઉ એકત્ર કર્યા હતા અને આ એકત્ર કરવામાં 21 દિવસનો સમય લાગ્યો હતો જેમાં આ મોટા લાડુ બનાવવામાં 11 ડબ્બા ઘી આ ઉપરાંત 10 ડબા ગોળ અને સાત ડબા તેલ અને 47 કિલો ઘઉંના ભડકાનો વપરાશ કરવામાં આવ્યો

હતો.આપને જણાવી દઈએ કે ખોડલધામના પટ્ટા ગણમાં 2100 મહિલાઓ દ્વારા સાંકળ બનાવીને વિશ્વ મહિલા દિવસ લખી અનોખો મેસેજ પણ આપવામાં આવ્યો હતો જેનો આકાશી નજારો ડ્રોન દ્વારા કેદ કરવામાં આવ્યો છે અને ખોડલધામની મહિલા સમિતિની મહિલાઓએ મહિલા દિવસની સુંદર ઉજવણી કરી હતી અને આપને ફરી એક વાર જણાવી દઈએ કે આ સમગ્ર વાત ગયા વર્ષની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "માતાજી ખોડલના ચરણમાં ચડાવાયો 35 મણનો વિશાળ લાડુ, જલ્દી થી ક્લિક કરી કરો દર્શન…"

Leave a comment

Your email address will not be published.


*