વલસાડમાં ટ્યુશન જતી યુવતીનો 3 આરોપીઓએ ભેગા મળીને જીવ લઈ લીધો…ઘટના જાણીને રુવાટા ઉભા થઈ જશે…

Published on: 12:28 pm, Fri, 26 August 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી એક તરફી પ્રેમમાં જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. બેફામ થઈને ફરતા આવારા તત્વોની હવે પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી તેવું લાગી રહ્યું છે. કારણ કે આવા તત્વો હવે જાહેરમાં જીવ લેતા જરાક પણ અચકાતા નથી. થોડાક દિવસ પહેલા ખેડાના માત્રામાં ભર બજારમાં એક આધેડ વયના વ્યક્તિએ એક યુવતીનો જીવ લઈ લીધો હતો.

ત્યારે ગઈકાલે વલસાડના ઉમરાગામ તાલુકાના દહાડ ગામે ત્રણ આરોપીએ ભેગા મળીને ટ્યુશને જતી યુવતી નો જીવ લઈ લીધો હતો. આ ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર એક તરફી પ્રેમમાં યુવતી નો જીવ લેવામાં આવ્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, 25 ઓગસ્ટ ઉમરા ગામના દહાડ ગામે એક વિદ્યાર્થીનીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીની ટ્યુશન ક્લાસ માટે જઈ રહી હતી. ત્યારે ત્રણ યુવકો ત્યાં આવ્યા હતા અને વિદ્યાર્થીનીને ઘેરી લીધી હતી. ત્યારબાદ એકાંતનો લાભ ઉઠાવીને આરોપીઓએ યુવતી ઉપર ધારદાર વસ્તુ વડે 8 વખત પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ એકસન મોડમાં આવી ગઈ હતી. પોલીસે આ ઘટનાના બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે અન્ય એક આરોપી હજુ પણ ફરાર છે. હાલમાં પોલીસે નજીકના સીસીટીવી મારફતે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી યુવતીના ભાઈએ જણાવ્યું કે, મારી બહેન ટ્યુશન ક્લાસથી છૂટીને બહેનપણીને મૂકવા ગઈ હતી. ત્યાંથી પાછી ફરી રહી હતી, ત્યારે ત્રણ આરોપીઓએ ચાર રસ્તા પર તેને રોકી લીધી હતી. ત્યારબાદ તેઓએ ધારદાર વસ્તુ વડે બહેન પર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી યુવતીના ભાઈ વધુમાં જણાવ્યું કે, આરોપીઓ બહેનને અવારનવાર હેરાન પરેશાન કરતા હતા. તેનો પીછો કરતા હતા. મેં અને મારા પપ્પાએ એકાદ વાર આરોપીઓની સબક શીખવાડ્યો હતો. પરંતુ તેઓ સુધર્યા નહીં. મૃત્યુ પામેલી યુવતીના એક પરિવારના વ્યક્તિએ જણાવ્યું કે, આરોપી પહેલા ચોરીના ગુનામાં પકડાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વલસાડમાં ટ્યુશન જતી યુવતીનો 3 આરોપીઓએ ભેગા મળીને જીવ લઈ લીધો…ઘટના જાણીને રુવાટા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*