સ્કુટી પર સવાર યુવતીને ડમ્પર ચાલકે કચડી નાખી, યુવતીનું તડપી તડપીને કરુણ મોત… કઠણ કાળજા વાળા લોકો જ વિડીયો જોજો…

Published on: 5:12 pm, Sun, 27 November 22

દેશમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ઘણી વખત આપણી સામે કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટનાના વિડીયો આવતા હોય છે. ત્યારે હાલમાં એક રૂવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ચાર રસ્તા ઉપર ઉભેલી વિદ્યાર્થીનીને એક ટ્રક ચાલકે કચડી નાખી હતી. જેના કારણે વિદ્યાર્થીની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

તેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે એક ચાર રસ્તા ઉપર એક યુવતી ઊભેલી જોવા મળી રહે છે. ત્યારે અચાનક જ ત્યાં ઊભેલું ડમ્પર યુવતીની તરફ વળે છે.

ડમ્પર ચાલકને જરાક પણ ખબર રહેતી નથી કે ડમ્પરની બાજુમાં એક યુવતી ઊભેલી છે. આ ઘટનામાં ડમ્પર ચાલક સ્કૂટી સવાર યુવતીને કચડીને આગળ વધી જાય છે. ત્યારબાદ ડમ્ફરચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસ તેની શોધખોળ કરી રહી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારના રોજ બપોરના સમયે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં બની હતી.

ઘટનાના બે દિવસ બાદ આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં મૃત્યુ પામેલી યુવતીનું નામ આકૃતિ મિશ્ર હતું. દીકરીનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આકૃતિના પિતાનું થોડાક સમય પહેલા જ અવસાન થયું હતું.

તે પોતાની માતા અને ભાઈ સાથે રહેતી હતી. આકૃતિ ઇન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. આકૃતિ જ્યારે સ્કુટી પર સવાર થઈને ચાર રસ્તા પર ઉભી હતી. ત્યારે એક ડમ્પર ચાલકે તેને કચડી નાખી હતી. આ ઘટનામાં આકૃતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.

ત્યારબાદ આસપાસના લોકો આકૃતિને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં તો તેનું મૃત્યુ થયું હતું. દીકરીનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સ્કુટી પર સવાર યુવતીને ડમ્પર ચાલકે કચડી નાખી, યુવતીનું તડપી તડપીને કરુણ મોત… કઠણ કાળજા વાળા લોકો જ વિડીયો જોજો…"

Leave a comment

Your email address will not be published.


*