આરોપીએ રસ્તા પર શાંતિથી ચાલીને જતા યુવકનો જીવ લઈ લીધો…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

Published on: 4:36 pm, Sun, 27 November 22

ગુજરાત સાહિત્ય સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ લેવાની ઘટનાના ચોકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં રસ્તા ઉપર શાંતિથી ચાલીને જતા એક યુવક પર ગોળી ચલાવવામાં આવે છે. આ કારણસર યુવકનું કારણ મૃત્યુ થયું હતું.

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બનતા જ ચારેય બાજુ ડરનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના મુરાદાબાદમાં બની હતી. આજરોજ 11.30 વાગ્યાની વાલ્મિકી બસ્તીમાં રહેતો 30 વર્ષનો વિશાલ નામનો એક યુવક પોતાના મિત્ર સાથે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો.

બંને આરામથી રોડ ઉપર ચાલીને જતા હતા. ત્યારે એક યુવક પાછળથી આવે છે અને વિશાલના શરીર ઉપર બે વખત ગોળી ચલાવે છે અને ત્યારબાદ ઘટના સ્થળેથી ભાગી જાય છે. આ ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસ ઈજાગ્રસ્ત થયેલા વિશાલને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વિકાસની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. વિશાલના મૃત્યુ બાદ તેના વિસ્તારના લોકો ભારે ગુસ્સામાં ભરાયા હતા અને તેમને રસ્તો રોકીને હંગામો કર્યો હતો.

ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બધા લોકોને સમજાવ્યા હતા. વિશાલનો જીવ કયા કારણોસર લેવામાં આવ્યો તેની હજુ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપી યુવકને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે.

મૃત્યુ પહેલા વિશાલે બિલાલ નામના વ્યક્તિનું નામ લીધું હતું અને તેના મૃત્યુનો જવાબદાર તેને ગણાવ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક યુવક પાછળથી આવીને આગળ જઈ રહેલા યુવક પર ગોળી ચલાવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આરોપીએ રસ્તા પર શાંતિથી ચાલીને જતા યુવકનો જીવ લઈ લીધો…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*