જામનગર નજીક એક ચાલુ કારમાં અચાનક લાગી આગ, કારમાં સવાર પિતા અને પુત્રી…

Published on: 12:51 pm, Sat, 4 September 21

આજકાલ ચાલુ કારમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે તેવી જ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે ની છે. ખીજડિયા બાયપાસ પાસે ચાલુ કારમાં અચાનક આગ લાગી હતી.

અને તેના કારણે રોડ પર અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર ચાલુ કારમાં અચાનક જ કારની પાછળ થી ધુમાડા નીકળતા જ કારમાં સવાર પિતા અને પુત્ર સમયસર કારમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો હતો.

આ સમગ્ર ઘટનાની ફાયરબ્રિગેડને જાણ થતાં ફાયર બ્રીગેડ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે આવી હતી. અને કારમાં લાગેલી આગને બુઝાવી હતી.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના 6 વાગ્યાની આસપાસ બની હતી. પ્રાથમિક તપાસ અનુસાર ખીજડિયા બાયપાસ પાસે મંગળવારના રોજ GJ 10 AP 6264 નંબરની કારમાં અચાનક પાછળથી આગ લાગી હતી.

અને કારમાં સવાર રાકેશભાઈ અને તેમના 14 વર્ષનો પુત્રી યોગ્ય સમયે કારની બહાર નીકળીને પોતાનો જીવ બચાવી લીધો હતો.

અને ત્યારબાદ જોતજોતામાં તો આખી કારમાં આગ લાગી ગઈ હતી. મળતી માહિતી મુજબ રમેશભાઈ શેખપાટ ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે આ સમગ્ર ઘટના બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!