એક મહિલા કારચાલકે બાઈક પર સવાર એક વ્યક્તિને લીધો અડફેટેમાં, બાઈક સવાર ઇજાગ્રસ્તો…

Published on: 11:45 am, Sat, 4 September 21

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ સામે આવી રહી છે. અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે સાણંદ વિસ્તારની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક બેફામ કાર ચાલકે બાઈક સવાર બે લોકો ને ટક્કર લગાવી હતી.

મળતી માહિતી અનુસાર દેવ વિહાર ફ્લેટમાં રહેતા દિપકભાઇ પોતાની બાઈક લઈને જતા હતા તે દરમિયાન અમદાવાદમાં સીટીલાઈટ માં રહેતી મહિલાના મધુર નિલેષભાઈ પટેલ પોતાની કાર લઇને ફૂલ ઝડપે જઇ રહી હતી.

ત્યારે તે મહિલા રોગસાઇડમાં જઈને દીપકભાઈ ને સામેથી જબરદસ્ત ટક્કર લગાવે છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં દીપકભાઈ ને બંને પગે તેમ જ જમણા હાથે ગંભીર ઈજા પહોંચી હતી.

તે માટે તેઓને તાત્કાલિક નવજીવન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં દીપકભાઈને ચાર લાખનો હોસ્પિટલ નો ખર્ચો થયો અને છ મહિના નો ખાટલો આવ્યો છે.

ઉપરાંત આ અકસ્માતને લઈને મહિલા મધુર નિલેશ પટેલ ને વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનો નોંધાતા મહિલા સાણંદ પોલીસમાં હાજર થઈને જામીન પણ મેળવી લીધી છે.

આજકાલ એવા અકસ્માત છે જેમાં એક જણા નિવેદન કરીને કારણે ઘણા નિર્દોષ લોકોને ઇજા પહોંચે છે જ્યારે અમુક લોકો તો અકસ્માતમાં તો મૃત્યુ પામે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!