મહેસાણામાં પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ લાગી જતા અફરા-તફરી મચી, આગ પર કાબુ મેળવવા…

Published on: 4:42 pm, Tue, 16 November 21

મહેસાણામાં પાર્ક કરેલી એક કારમાં આગ લાગી જવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મહેસાણા શહેરના ગોપીનાળા વિસ્તારમાં બ્લડ બેન્ક પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી જતા અફરા-તફરી મચી ગઇ હતી.

કારમાં અચાનક આગ લાગી ગયા બાદ ગેસ પણ લીકેજ થતા આસપાસ રહેતા લોકોનો જીવ અધ્ધર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર માં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટના ગઈકાલે 12 વાગ્યાની આસપાસ ગોપીનાળા ની બહાર આવેલા બ્લડ બેંકની બહાર બની હતી. પાર્ક કરેલી GJ 18 A 1769 નંબરની એસ્ટીમ કારમાં અચાનક આગ લાગી હતી. લોકોની નજર સામે જોતજોતામાં આખી કારમાં આગ લાગી ગઈ હતી.

જ્યારે કારમાં અચાનક આગ લાગે ત્યારે ગેસ પણ લીકેજ થયો હતો જેના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોનો જીવ અધ્ધર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

અને કાર પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. કારમાં આગ શા માટે લાગી તેનું હજુ કોઈ પણ સાચું કારણ સામે આવ્યું નથી. લોકો કારમાં આગ લાગવાના અલગ-અલગ કારણ કહી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!