અમરેલી જિલ્લામાં એસ.ટી.બસ અને કાર વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો, કારમાં સવાર 2 વ્યક્તિઓનો…

Published on: 2:34 pm, Tue, 16 November 21

આજકાલ ગુજરાતમાં અકસ્માત કે ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના ધારીના ઝર ગામના પાટિયા પાસે કૃષ્ણનગર એસ.ટી.બસ અને કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર કારમાં સવાર લોકો જસદણ તરફથી આ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા તેવું જાણવા મળ્યું હતું.

આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. દિવાળીના તહેવારો પછી રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. છેલ્લા એક અઠવાડિયા ની વાત કરે તો સતત અકસ્માતની ઘટનાઓ વધી રહી છે.

આ ઉપરાંત લગ્નની સિઝન શરૂ થતા હાઇવે રોડ પર વાહનોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે એના કારણે ટ્રાફિક જામ પણ વધી રહ્યું છે. ત્યારે અમરેલી જિલ્લામાં કાર અને એસટી બસ વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

સારી વાત એ છે કે આ અકસ્માતમાં કોઇ પણ વ્યક્તિને નાની-મોટી ઇજા પહોંચી ન હતી. અકસ્માતમાં કારને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. અકસ્માત બનતા જ આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો ત્યાં દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

અને બંને વાહનોને રસ્તા વચ્ચે થી દુર કરવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માત કોની ભૂલના કારણે થયો તેનું હજુ કોઈ પણ સાચું કારણ સામે આવ્યું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!