વડોદરામાં બે બાઇક વચ્ચે ટક્કર થતા અચાનક લાગી આગ, અકસ્માતમાં 1નું મૃત્યુ, 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત…

Published on: 10:40 am, Mon, 18 October 21

રાજ્યના અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યાં સુધીમાં અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે રવિવારના રોજ રાત્રીના સમયે વડોદરાના સાવલી તાલુકાના રાસાવાડી ગામે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બન્યા બાદ બંને બાઈકમાં આગ લાગી ગઈ હતી.

તેના કારણે બંને બાઇક પર સવાર 4 જેટલા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જ્યારે આ અકસ્માતમાં એક વ્યક્તિનું કરૂણ મૃત્યુ થયું છે. અકસ્માત બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.

ત્યારબાદ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે તાત્કાલિક સાવલીના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત બન્યા બાદ બંને બાઇકમાં આગ લાગી ત્યારે બાઇક પર સવાર યુવો ગંભીર રીતે દાઝ્યા હતા.

જ્યારે એક વ્યક્તિ ત્યા દોડીને મોબાઈલથી વિડીયો ઉતારી રહ્યો છે પરંતુ તેને બચાવવાનો કોઈ પ્રયત્ન કરતા નથી. ત્યાર બાદ આસપાસના લોકો દ્વારા આગના કારણે દાઝેલા યુવકોને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં ચાર યુવકોના ગંભીર રીતે દાઝેલા થતા તેઓને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગંભીર રીતે દાઝી જવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. આ અકસ્માત કેવી રીતે થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વડોદરામાં બે બાઇક વચ્ચે ટક્કર થતા અચાનક લાગી આગ, અકસ્માતમાં 1નું મૃત્યુ, 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*