ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર,બોર્ડની પરીક્ષા સમયસર જ લેવાશે પરંતુ…

Published on: 10:29 am, Mon, 18 October 21

ગુજરાત શિક્ષણ બોર્ડ ની ધો.10-12 ની બોર્ડ પરીક્ષા આ વર્ષે સમયસર જ માર્ચ માં જ લેવાનાર છે પરંતુ બોર્ડ પરીક્ષા ના ફોર્મ દિવાળી વેકેશન બાદ ભરાવવાનું શરૂ થશે. કારણકે હજુ સુધી સ્કૂલ માં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે શિક્ષણ ચાલી રહ્યું છે.

પ્રવેશ પણ મોડે સુધી થયા છે તેમજ 18મી થી પ્રથમ સત્ર પરીક્ષા શરૂ થવાની છે.ધો.10-12 ની બોર્ડ પરીક્ષા માટે દર વર્ષે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ઓક્ટોમ્બર માં ફોર્મ ભરાવાનું શરુ થતું હોય છે અને એક મહિના સુધી નિયત મુદત સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલે છે

.ત્યારબાદ લેટ ફી વગર અને લેટ ફી સાથે મુદત વધારાતા ડિસેમ્બર ના અંત સુધી ફોર્મ ભરાતા હોય છે.ધો.10-12 માં 17 થી 18 લાખ રેગ્યુલર રીપીટર સહિતના વિદ્યાર્થીઓના દર વર્ષે ફોર્મ ભરાય છે.

ગત વર્ષે કોરોના લીધે ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ મોડી શરુ થઈ હતી અને તે મોડે સુધી ચાલી હતી. આ વર્ષની બોર્ડ પરીક્ષા એટલે કે 2022 માં લેવાનારી ધો 10 અને 12 ની બોર્ડ પરીક્ષા સમયસર માર્ચમાં લેવામાં આવનાર છે.

પરંતુ બોર્ડ પરીક્ષાના ફોર્મ દિવાળી વેકેશન બાદ જ ભરાશે અને લગભગ 15 નવેમ્બર પછી પ્રક્રિયા શરૂ થાય તેવી શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!