વાલી મિટિંગમાં હાજરી આપીને ઘરે આવતા પિતા-પુત્રને એક બેકાબૂ કારે ઉડાડ્યા, દીકરાની નજરની સામે પિતાનું તડપી-તડપીને મોત… કારે લગભગ 10 ફૂટ સુધી…

Published on: 6:25 pm, Sat, 21 January 23

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાઈક પર સવાર પિતા અને પુત્રને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં પુરપાટ ઝડપે આવતી એક કારે પાછળથી બાઇક સવાર પિતા-પુત્રને જોરદાર ટક્કર લગાવી હતી.

જેના કારણે બાઇક પર સવાર પિતા-પુત્ર ફંગોળાઈને 10 ફૂટ દૂર જઈને પડ્યા હતા. આ ઘટનામાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા પિતા પુત્રને સારવાર માટે તાત્કાલિક જિલ્લાની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

હોસ્પિટલમાં હાજર ડોક્ટરે પિતાને મૃત જાહેર કર્યા હતા. પિતાના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. આ ગંભીર અકસ્માતની ઘટના મધ્યપ્રદેશના રાયસેનમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો રાયસેન શહેરમાં રહેતા 45 વર્ષીય રાજુ કુશવાહ આજ રોજ સવારે 11 વાગ્યાની આસપાસ પોતાના 10 વર્ષના દીકરા નૈતિક કુશવાહ સાથે તેની શાળામાં ગયા હતા.

કારણકે આજે શાળામાં પેરેન્ટ્સ મીટીંગ હતી. પિતા અને દીકરો બંને આ મિટિંગમાં હાજરી આપવા માટે ગયા હતા. પેરેન્ટ્સ મીટીંગ પૂર્ણ થયા બાદ બાપ દીકરો બંને એક બાઈક પર સવાર થઈને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપથી આવી રહેલી એક કારે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર પિતા પુત્ર ઉછળીને 8 થી 10 ફૂટ દૂર જઈને પડ્યા હતા. આ ઘટનામાં દીકરા નૈતિકના માથાના અને હાથ પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે તેના પિતા પણ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતની ઘટના બની આબાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને ઈજાગ્રસ્ત થયેલા પિતા અને પુત્રને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે પિતાને મૃત જાહેર કર્યા હતા. પિતાના મૃત્યુના સમાચાર મળતા જ દીકરાને ભારે આઘાત લાગ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વાલી મિટિંગમાં હાજરી આપીને ઘરે આવતા પિતા-પુત્રને એક બેકાબૂ કારે ઉડાડ્યા, દીકરાની નજરની સામે પિતાનું તડપી-તડપીને મોત… કારે લગભગ 10 ફૂટ સુધી…"

Leave a comment

Your email address will not be published.


*