કૃષિ બિલની વિરોધમાં ખેડૂતોનો ગુસ્સો વધતો જ રહ્યો છે.હરિયાણા અને પંજાબ ના ખેડૂતો રસ્તા પર છે અને કૃષિ સાથે જોડાયેલા ત્રણ બિલોને પાછા લેવાની માગણી કરી રહ્યા છે. આ સમય દરમ્યાન પંજાબના મુકત્સર સ્થિત બાદલ ગામમાં પ્રદર્શન કરી રહેલા એક ખેડૂતે ઝેર ખાઈ લીધું છે. મહત્વની વાત એ છે કે, પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ ગામ છે અને તેમના ઘરની બહાર ખેડૂતો ધરણાં ઉપર બેઠા હતા.
માહિતી મળી રહી છે કે,પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલના ઘરની બહાર ધરણા પર બેઠેલા પ્રીતમજી નામના ખેડૂતે આજે 6 વાગે ને 30 મિનિટે ઝેર પી લીધું હતું. આ ખેડૂત અકાલી ગામનો રહેવાસી છે.ખેડૂતને ગામની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેને મેક્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, ત્યાં તેની હાલત ખુબ ગંભીર છે.
આ આખા વિવાદ કેન્દ્રના એ 3 કૃષિ બિલોને લઈને થયો છે. કૃષિ ઊપજ વ્યવહાર અને વાણિજ્ય બિલ, મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવા ઉપર ખેડૂત અને આવશ્યક વસ્તુ સંશોધન બિલ સામેલ છે. આ વટ હુકમોને લઈને એમ કહેવામાં આવી રહ્યું છે.
વટ હુકમોને તેનો નાશ કરી દેશે. એ સિવાય પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વટ હુકમો સ્પષ્ટ રીતે હાલની માર્કેટ વ્યવસ્થાનો નાશ કરનાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!